________________
આત્મજ્ઞાનમાં અસાધારણ કારણ બને છે.
મનરૂપી શલ્ય શ્રીનમસ્કાર મહામંત્ર એ મનવડે સાધ્ય હોવાથી અને મન એ “દેહલી દીપક ન્યાયે એક બાજુ પ્રાણ અને શરીરને તથા બીજી બાજુ બુદ્ધિ અને આત્માને સુધારનાર હોવાથી શ્રીનમસ્કાર મહામંત્રવડે આત્માની સમગ્રતા શુદ્ધ થાય છે. બીજી રીતે વિચારતાં મન એ જ શલ્યની જેમ, કાંટાની જેમ આત્માને દુઃખદાયી છે. તે મનરૂપી કાંટાને કાયા અને વચનરૂપી ચીપિયાવડે પકડીને, સ્થિર કરીને, મંત્ર જાપરૂપી ક્રિયાવડે કાઢીને દૂર ફેંકી દેવામાં આવે છે. મંત્રની ક્રિયા મુખ્યત્વે મન ઉપર થાય છે, મનવડે થાય છે, મનથી થાય છે. મન માટે થાય છે મન અને મંત્રને અંતરંગ સંબંધ છે. જેવો મંત્ર તેવું મન બને છે જેવું મન તેવો મંત્ર ફળે છે. તેથી મંત્રના આરાધકે મનને સુધારવું જોઈએ અને મનને સુધારવા માટે મંત્ર સર્વ શ્રેષ્ઠ પસંદ કરવો જોઈએ. મંત્ર અક્ષરરૂપ હોઈ, અક્ષર–અવિનાશી એવા આત્માને મનવડે પકડી શકે છે અથવા મન જેમ સૂક્ષ્મ છે, તેમ તેને પકડવા માટે સાધન પણ સૂક્ષ્મ જોઈએ. બીજા બધાં સાધનો કરતાં અક્ષરો સૂક્ષ્મ હોવાથી મનને પકડવા માટે તે વધારે અસરકારક છે.
પવિત્રતાનો હેતુ . કલિકાલસર્વજ્ઞ વિરચિત શ્રીયોગશાસ્ત્રમાં કહ્યું છે કે, ,
न्याय्ये काले ततो देवगुरुस्मृतिपवित्रितः । . निद्रामल्पामुपासीत प्रायेणऽब्रह्मवर्जकः ॥१॥
યોગશાસ્ત્ર–પ્રકાશ ૩–શ્લો. ૧૩૦ टीका:-"उपलक्षणं चैतच्चतु ऽरणगमन दुष्कृतगर्हासुकृतानुमोदना-पंचनमस्कारस्मरण प्रभृतीना, नह्येतत्स्मरणमन्तरेण पवित्रता भवति । स्मृतिर्मनस्यारोपणं तया पवित्रितो निर्मलीમૂતાત્મા !”
અર્થ ત્યાર બાદ યોગ્ય અવસરે દેવ-ગુરુના સ્મરણથી પવિત્ર થયેલો શ્રાવક અલ્પ નિદ્રાને કરે. મોટે ભાગે અબ્રહ્મનો વર્જક હોય.
આ શ્લોકની ટીકામાં લખ્યું છે કે–અહીં દેવ-ગુરુના સ્મરણથી પવિત્ર થવાનું કહ્યું, તેના ઉપલક્ષણમાં ચતુઃશરણગમન, દુકૃતગર્તા, સુકૃતાનુમોદના, પંચનમસ્કાર સ્મરણ વગેરે સમજવાં. કારણ કે એ બધાનાં સ્મરણ વિના પવિત્રતા થતી નથી. સ્મરણ એટલે મનને વિષે આરોપણ, તે વડે પવિત્ર એટલે નિર્મળ થયેલો અંતરઆત્મા છે.
૮૨૦ ધર્મ અનપેક્ષા