SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પ્રાપ્તિની યોગ્યતા (આ લેખમાં ધર્મપ્રાપ્તિની યોગ્યતા, ધર્મનો પ્રારંભ, ધર્મનો માપદંડ, ધર્મનું ધ્યેય એ વગેરે અગત્યના ઉપકારક મુદ્દાઓને શાસ્ત્રકાર ભગવંતોની આજ્ઞાના પ્રકાશમાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે. સં.) કોઈ પણ ધર્મપ્રવૃત્તિ પરાર્થભાવ–“સકલ-સત્ત્વ હિતાશય”થી પ્રેરાઈને નહિ, પણ કેવળ ભાવિ સ્વદુઃખ ટાળવા માટે એટલે કે સ્વાર્થથી પ્રેરાઈને કરવામાં આવે તો તે પરમાર્થથી ધર્મ નથી. આટલી વાત આપણે ગયા વખતે વિચારી ગયા. હવે આગળ જોઈએ. શાસ્ત્ર પ્રમાણે ધર્મ પ્રાપ્તિની યોગ્યતા કેળવવા શાસ્ત્રકારો જે ઉપાયો બતાવે છે તેનું આપણે પરિશીલન કરીએ તો આ વાત તેમાં તરી આવે છે : ૧. શ્રીયોગબિંદુ ગ્રન્થમાં યોગની પૂર્વ સેવા અર્થાત્ યોગ માટેની પૂર્વ તૈયારી બતાવી છે. તેમાં ગુરુદેવાદિપૂજન, દાન અને દીનાભ્યદ્ધરણ, દાક્ષિણ્યાદિ ગુણો કહ્યા છે, ગુરુ-દેવાદિપૂજનમાં માતા-પિતાદિ વડીલવર્ગની સેવા-ભક્તિનું, દાનમાં પાત્રને અને દીનાદિ (સકલ પુરુષાર્થમાં ક્ષીણ શક્તિવાળા, આંધળા, સત્પુરુષોની દયાના સ્થાનભૂત કોઢાદિ રોગવાળા, દરિદ્રિ—નિર્વાહના કારણભૂત વ્યાપારો ક૨વામાં અસમર્થ)ને અન્ન, વસ્ત્ર, ઔષધ વગેરે તેમની જરૂરીયાતોના દાનનું, દીનાભ્યદ્વરણમાં દીન-અનાથને ઉપકાર થાય તેવા પ્રયત્ન કરવાનું અને દાક્ષિણ્યમાં સ્વભાવથી જ પર કાર્યમાં સહભાગી બનવાનું.૧ સૂચન કર્યું છે. ૨. વિંશતિ વિંશિકા ગ્રંથના પ્રારંભમાં જ તત્ત્વપ્રાપ્તિના ઉપાયો બતાવતાં અને ચરમાવર્તની ઓળખાણ આપતાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે, मज्झत्थयाइ नियमा, सुबुद्धिजोएण अत्थियाए य । नज्जइ तत्तविसेसो, न अन्नहा इत्थ जइयव्वं ॥१८॥ गुणगुरुसेवा, सम्मं विणओ तेसिं तदत्थकरणं च । साहूणमणाहाण य सत्तणुरुवं निओगेणं ॥१९॥ ૧. દાક્ષિણ્યની ઓળખ ‘ષોડશ' આ રીતે કરાવે છે : “દક્ષિળ્યું પત્યેપિ યોાપરઃ શુમાશયો જ્ઞેયઃ ।"- બીજાના કામમાં પણ ઉત્સાહવાળો અધ્યવસાય. ? ધર્મ અનુપ્રેક્ષા ૦ ૨૭૫ -
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy