SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ भव्वस्स चरमपरियट्टवत्तिणो परं एयं । एसोऽविय लक्खिज्जइ भवविरहफलो इमेणं तु ॥२०॥ મધ્યસ્થતા, સદ્બુદ્ધિનો યોગ અને અર્થિતા વડે અવસ્થ તત્ત્વવિશેષનું જ્ઞાન થાય છે. આ ત્રણ ગુણ વિના તત્ત્વજ્ઞાન થતું નથી. માટે આ (ગુણો સહિત આગમના પરિશીલન)માં પ્રયત્ન કરવો જોઈએ. સાથે સાથે ગુણી પુરુષોની સેવા, તેમનો વિનય, તેમની આજ્ઞાનું પાલન અને શક્તિ મુજબ સાધુ અને અનાથ જનોની સેવા પણ અવસ્થ જોઈએ. ચરમપરાવર્તમાં રહેલા ભવ્યમાં આ ગુણો ખીલેલા હોય છે અને ભવનો અંત જેનું ફળ છે એવો ચરમાવર્ત પણ આ ગુણોથી કળી શકાય છે. ૩. જીવ જયારે ચરમાવર્તિમાં આવે છે અને તેનો ભાવમળ ક્ષીણ થાય છે, ત્યારની એની સ્થિતિનું વર્ણન કરતાં “યોગદષ્ટિ સમુચ્ચય”માં ગ્રંથકાર કહે છે કે “ટુ વિષ ચિત્તવો ગુણવત્યું 2 ! રિયાસેવનું વૈવ, સર્વત્રવાવિશેષતઃ ” ગ્લો. ૩૨ “દુઃખી માત્ર પ્રત્યે અત્યંત દયા, ગુણવાન પ્રત્યે અદ્વેષ અને સર્વત્ર ઉચિત પ્રવૃત્તિનું આસેવન” એ જીવ કરે છે. - ધર્મ પ્રાપ્તિ માટે જે સામાન્ય સદ્ગુણોની મૂડી જોઈએ તેનો ખ્યાલ જ્ઞાનીઓ ઉપરોક્ત વચનોમાં આપી દે છે. ગુણી, ઉપકારી અને દીન-દુઃખીની સેવા-ભક્તિ અને સહાયતા-ઓછામાં ઓછો આટલો પરાર્થ જીવનમાં આવ્યા વિના ધર્મ પ્રાપ્તિની યોગ્યતા પણ નથી આવતી– ધર્મપ્રાપ્તિ માટે આ Qualification યોગ્યતા જોઈએ જ, આ હકીકત ઉપરોક્ત શાસ્ત્રવચનોથી દીવા જેવી સ્પષ્ટ થઈ જાય છે. ધર્મનો પ્રારંભ માર્ગાનુસારી આત્માના ગુણોમાં પ્રથમ ગુણ ન્યાયસંપન્નવૈભવ કહ્યો છે. એમાં પણ પરના વિચારની–પરાર્થભાવની કેળવણી છે. આત્મવિકાસની એ પ્રારંભિક ભૂમિકામાં બીજા જીવને પોતે સુખ ન આપી શકે એ બને, પરંતુ “બીજાને જે સુખ કે સુખની સામગ્રી મળેલી છે. એનાથી એમને પોતાના સ્વાર્થવશ વંચિત તો ન જ કરવા એટલા પરાર્થની ખીલવટનો અને સ્વાર્થવૃત્તિને અંકુશમાં લેવાનો આ પ્રારંભિક અભ્યાસ છે. જેટલા પ્રમાણમાં સ્વાર્થપરાયણતા વધારે તેટલા પ્રમાણમાં અનીતિમત્તા પણ વધારે, ૨૭૬ • ધર્મ અનુપ્રેક્ષા
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy