SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ તેમજ સુદેવત્વાદિની પ્રાપ્તિરૂપ કાર્યનું પરિણામિકારણ પણ ધર્મ છે. એ આરોહણ અને એ પ્રાપ્તિરૂપે ધર્મ સ્વયં પરિણમે છે. ધર્મ અને આત્માનો કથંચિત્ અભેદ છે. ધર્મરૂપે પરિણમતા આત્માને પણ ધર્મ કહેવાય. સુદેવત્વાદિ કે સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનાદિ પરિણામો તે આત્માના જ પરિણામો છે. મોક્ષ પણ આત્માનો જ પરિણામ છે. ઉપર આપણે જોઈ ગયા કે સુદેવત્વાદિનું પારિણામિક કારણ ધર્મ છે. જો એમ જ છે તો પછી પુણ્યાનુબંધીપુણ્યથી પ્રાપ્ત થયેલું ધન કે પુણ્યાનુબંધીપુણ્યથી પ્રાપ્ત થયેલા કામોનું પારિણામિક કારણ પણ ધર્મ જ છે. પુણ્યાનુબંધીપુણ્યના ઉદયરૂપે પરિણમેલા આત્માનું જ ધન પ્રાપ્તિ કે કામ પ્રાપ્તિ એ બાહ્ય રૂપ છે. એ રૂપને શાસ્ત્રકારો અભ્યુદયફલક ધર્મ કહે છે. ધર્મ (પુણ્યાનુબંધીપુણ્ય) જે કામોને આપે છે તે કામો મનોહર, અલિષ્ટ પ્રકૃતિવાળા, પરમ આહ્લાદને આપનારા અને પરિણામ સુંદર હોય છે. અહીં કામો એટલે ઇન્દ્રિયના શબ્દાદિ પ્રશસ્ત વિષયો સમજવા. ઉપર કહેલી અપેક્ષાઓને સામે રાખીએ છીએ ત્યારે આપણને ધર્મની મહત્તાનો આછો ખ્યાલ આવે છે, બાકી ધર્મરાજની મહત્તા, વ્યાપકતા, સર્વકલ્યાણકારિતા, સર્વધારતા અને સર્વકા૨ણતા છદ્મસ્થને અગમ્ય અગોચર છે. સર્વ જીવોને કેવલજ્ઞાન વડે ધર્મનો સાક્ષાત્કાર થાઓ, એ જ મંગલ કામના. ધર્મનો પ્રારંભ અને પરાકાષ્ઠા ધર્મની શરૂઆત દુ:ખીના દુઃખ દૂર કરવાની બુદ્ધિથી થાય છે અને ધર્મની પૂર્ણાહુતિ સર્વના દુઃખ દૂર કરવાની શક્તિ પ્રગટવાથી થાય છે. પરના દુઃખ દૂર કરવાની બુદ્ધિથી શરૂ થયેલો ધર્મ, સર્વના દુઃખ દૂર કરવાની શક્તિમાં વિરામ પામે છે. ૩૩૦ • ધર્મ અનુપ્રેક્ષા
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy