________________
સ્વાર્થ કે સંબંધની અપેક્ષા વિનાની દયા એ જ ગુણરૂપદયા છે.
આ રીતે દયાળુ બનેલા જીવને સમ્યત્ત્વની પ્રાપ્તિ ઘણી સુલભ બને છે. જે જીવ કોઈનાય દુઃખને સહન કરી શકે નહિ, તે જીવ પોતે એવું કરવાને ઇચ્છે જ નહિ કે–જે કરવાથી બીજાને દુઃખ થાય. એટલે એ જીવ પોતાના નિમિત્તે બીજાને દુઃખ ન થાય એવા જીવનને અને એવું જીવન જેનાથી પ્રાપ્ત થાય એવા માર્ગને શોધે. હું જીવું અને મારા નિમિત્તે કોઈ પણ જીવને દુઃખ ઉત્પન્ન થવા પામે નહિ એ રીતે જીવું. આ પ્રકારની ઈચ્છાને શાસ્ત્રીય પરિભાષામાં મોક્ષાભિલાષ કહી શકાય. આ અભિલાષા જાગ્યા પછી એવા જીવનની પ્રાપ્તિનો ઉપાય શોધવાનું મન થાય. એમાં વળી જીવ લઘુકર્મી હોય અને સદ્ગુરુનો યોગ થઈ જાય, તો એ સગુરુ પાસેથી ધર્મોપદેશ સાંભળતાં સમ્યક્ત્વ આદિ ગુણને પામતાં પણ એ જીવને વાર લાગે નહિ.
ચરમાવર્સમાં આવેલા ભવ્ય જીવો, જ્યારે તેમના ભાવમળનો ઠીક ઠીક પ્રમાણમાં ક્ષય થાય છે અને સુંદર ક્ષયોપશમ પ્રગટવા માંડે છે, ત્યારે જ મોક્ષના આશયવાળા બને છે, મોક્ષના આશયવાળા બન્યા પછી પણ સારા પ્રમાણમાં કર્મનો હ્રાસ થયાં બાદ જીવો શુદ્ધ મોક્ષમાર્ગ પ્રત્યે શ્રદ્ધાવાળા બની શકે છે અને શુદ્ધ મોક્ષમાર્ગના આરાધક બની શકે છે. આવા જીવો આ પ્રગતિના પ્રારંભકાળમાં દુઃખી માત્ર પ્રત્યે દયાળુ બને છે અને ગુણવાળા પ્રત્યે દ્વેષવાળા બને છે. ગુણવાન પ્રત્યે રાગ તો પછી પ્રગટે છે, પણ તે પહેલાં અદ્વેષ પ્રગટે છે અને એ જીવો સર્વત્ર અવિશેષપણે અર્થાત્ મારા-તારાના વિભાગ પાડ્યા વિના ઔચિત્યનું સેવન કરે છે.
કૃતજ્ઞતા અને પરાર્થવ્યસનિતા ગુણની ખીલવટ માટે આપણે બીજાના સુખને ઇચ્છવાની પણ જરૂર છે, પરંતુ તે પહેલાં તો દુઃખી માત્ર પ્રત્યે દયાળુ બનવાની જરૂર છે, એ દયા દ્રવ્યથી દુઃખીની પણ ખરી અને ધર્મહીનની પણ ખરી ! એક વર્તમાનમાં દુઃખી છે માટે દયાપાત્ર છે અને બીજા (ધર્મહીન) ભવિષ્યમાં દુઃખી થવાનો છે માટે દયાપાત્ર છે.
સમ્યકત્વનું ચોથું લક્ષણ અનકમ્પા છે. પ્રશમ, સંવેગ અને નિર્વેદને પ્રગટ કરનારી અનુકંપા આવ્યા વિના આસ્તિક્ય આવ્યા પછી–નિર્દયતા ટકી શકતી નથી. કહ્યું
મસ્તિત્ર્ય દિ મન્દ્રવૃત્તિમયનિમિત્તમ્ (ધર્મપરીક્ષા) આ સંકલના વિચારવાથી સમજાશે કે–જીવે સમ્યકત્વાદિ ગુણોની પ્રાપ્તિ માટે
१. दुखितेषु दयात्यन्त-मद्वेषो गुणवत्सु च । ગૌવિત્યાસેવન વૈવ, સર્વવાવિશેષતઃ II (યોગદષ્ટિસમુચ્ચય–શ્લો. ૩૨)
૧૬ • ધર્મ અનુપ્રેક્ષા