________________
આત્મતુલ્ય દૃષ્ટિ
(પોતા પ્રત્યેનો રાગ, પર પ્રત્યેના દ્વેષમાં પરિણમે છે અને ‘શિવમસ્તુ સર્વજ્ઞાત:'ની ઉદાત્ત, મંગલ ભાવનાનાં આંતર્ પરિણામ ડહોળાઈ જાય છે. પરિણામનાં તે ડહોળાણને ટાળવાનો તેમ જ સર્વજીવહિતકર ભાવનામાં રમણતા કેળવવાનો અનુભવસિદ્ધ બોધ અહીં છે. સં.)
‘સારાય જગતનું કલ્યાણ થાવ'—આ ભાવના એ માત્ર બોલવાની વસ્તુ નથી, પણ અંતરમાં પરિણવવાની અતિ ઉદાત્ત ભાવના છે. જ્યાં સુધી જગતના જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવ જન્મે નહિ, ત્યાં સુધી એ ભાવના સર્વાંગીણ બને નહિ. મૈત્રીભાવને પ્રગટાવવા માટે જીવ માત્રને આત્મતુલ્યદૃષ્ટિથી જોતાં શીખવું જોઈએ.૧ આત્મતુલ્યદૃષ્ટિ એટલે પોતાને અંગે જે જાતની લાગણી તેવી જ લાગણી જીવ માત્ર પ્રત્યે. જગતના સર્વ જીવો પ્રત્યે હિતની લાગણી અને દ્વેષનો અભાવ એ આ ભાવનાની નક્કર ભૂમિકા છે. ઉ૫૨ મુજબની ભૂમિકા તૈયાર થયા પછી ‘શિવમસ્તુ સર્વજ્ઞાતઃ' આ ભાવનાને ક્રિયાત્મક બનાવવા માટે આપણે અનુકંપાશીલ બનવું જોઈએ. અર્થાત્ દુઃખ દેખાય કે હૈયું દ્રવે, એવું થવું જોઈએ.
પોતાના દુઃખથી તો સૌનું હૈયું દ્રવે છે. જીવને દુઃખ તો એટલું બધું અપ્રિય છે કે—તેના આવવાની સંભાવના માત્રથી પણ વિદ્ઘલતા થઈ જાય છે. આમ છતાં દુઃખ ન જ આવે એવું તો સંસારમાં કદી બનતું જ નથી અને જ્યાં દુઃખ આવ્યું કે તરત જ એને દૂર કરવાના વિચારો કરાય છે. પછી એને ટાળવા માટે ઠીક લાગે તેવી પ્રવૃત્તિ પણ સૌ કોઈ કરે છે. એમાં ઘણી વા૨ સારાસારનો વિવેક પણ ભૂલાઈ જવાય છે.
દુ:ખ પ્રત્યે આટલો બધો અણગમો છે એ જીવને પોતાને અનુભવની વાત છે. આ અનુભવના આધારે જીવ વિચારે કે—જેમ મને દુઃખ પ્રત્યે આટલો બધો અણગમો છે, તેમ જીવ માત્રને દુઃખ પ્રત્યે તીવ્ર અણગમો છે. આ વિચાર આવ્યો, એટલે હૈયું દ્રવ્યા વિના રહે નહિ. કોઈને પણ દુઃખી જુવે અને હૈયું વે. હૈયું દ્રવે એટલે દયા પ્રગટે. હજુ દુ:ખ શાથી આવે છે અને એનાં મૂળ કારણો કયા છે એટલી સૂક્ષ્મતા સુધી ન પહોંચવા છતાં–પરને સ્વતુલ્ય જોવાની દૃષ્ટિ પ્રાપ્ત થવાથી—આટલું તો અવશ્ય થાય જ કે—પરના દુઃખને જોઈને દયાભાવ પ્રગટે અને હૈયું દ્રવે દયા પ્રગટે અને હૈયું દ્રવે એટલે જીવ પોતાની શક્તિ-સામગ્રી અને અનુકૂળતા મુજબ પરના દુઃખના નિવારણનો પ્રયત્ન કર્યા વિના રહી શકે નહિ. આ દયામાં જો પક્ષપાત હોય તો એ દયા એ દયા નથી.
૧. આયતુલ્લે પયાનું (સૂત્રીતાં)
२. अनुकम्पा - दुःखितेषु अपक्षपातेन दुःखप्रहाणेच्छा दुःखप्रतीकारेण भावतः आद्रहृदयत्वेन (योगशास्त्र)
ધર્મ અનુપ્રેક્ષા • ૧૫
-
सा च द्रव्यतः शक्तौ सत्यां