________________
'महानयं प्रत्यपायपरिरक्षणोपायः' પ્રત્યપાયોથી બચાવી લેવા માટે આ મહાન ઉપાય છે. “તાળ'='ત્રાળ'માં સાક્ષાત્ શરણ પદ .
‘રિહં પદમાં ત્રિભુવનપૂજયતા મહાન કુશળ કર્મને ઘોતિત કરે છે. ત્રિભુવનતારક તીર્થનું ઉત્પાદકપણું અને તે માટે ત્રણ ભુવનના સકલ જીવોને દુઃખ મુક્ત કરવાનો અધ્યવસાય તેમાં રહેલો છે.
“નમો' પદ વડે દુષ્કતથી પાછા ફરીને સુકૃત તરફ ગમન કરવાની ઇચ્છા અભિવ્યક્ત થાય છે.
રિહંતા ધર્મકાય અવસ્થા કે જે અવસ્થામાં મૈત્યાદિભાવો અને તદનુરૂપ આચરણ વડે ક્રોધાદિ ભાવ શત્રુઓને પ્રભુએ હણી નાંખ્યા છે, તેનો બોધ થાય છે.
રિહંતાનું પ્રભુની સમવસરણસ્થ કર્મકાય અવસ્થાનો બોધ થાય છે.
રિહંત-૩માં પ્રભુની તત્ત્વકાય અવસ્થા કે જે અવસ્થામાં પ્રભુ જગતના જીવોને તારવા માટે આજ્ઞાના આરાધન વડે આજ્ઞા સ્વરૂપ બની ગયા છે. ભક્તિ કરનારને અનુગ્રહ કરવા વડે સ્વયં આજ્ઞા સ્વરૂપ બની ગયા છે, તેનો બોધ થાય છે.
શ્રીનવકાર એ વિભાવને નમાવવાની અને સ્વભાવને નમવાની ક્રિયા છે. વિભાવ એટલે કષાય અને તેને પેદા કરનારા વિષયોનો અનુરાગ. તેને નમાવવા એટલે તેની અસારતાનું, નિર્ગુણતાનું, પરિણામ કટુતાનું વારંવાર પરિશીલન કરી તેના પ્રત્યે અનુરાગને ઉતારવાની ક્રિયા એ અર્થમાં “નો' પદ પરિપૂર્ણ વૈરાગ્યને સૂચવનારું પદ છે અને ‘રિહંતાઈ' પદ એ સ્વભાવને ઓળખાવી, તેના પ્રત્યે ભાવને વધારનારું, ભક્તિને પેદા કરનારું, સુદઢ સ્નેહને જગાડનારું પદ છે. સ્વભાવ તરફ વલણ પેદા કરવાની ક્રિયા તે અભ્યાસ છે. વિભાવ પ્રત્યે અવલણ, અરુચિ, અભાવ પેદા કરવો તે વૈરાગ્ય છે. વૈરાગ્ય અને અભ્યાસ વડે ચિત્તવૃત્તિનો નિરોધ થાય છે, વૈરાગ્ય ચિત્તની શુદ્ધિ કરે છે, અભ્યાસ ચિત્તને એકાગ્ર બનાવે છે. વિભાવ સાથે અને વિજાતીય તત્ત્વ સાથે તાદાભ્ય સાધી શકવાની શક્તિને ધારણ કરનાર ચેતન, જો પ્રયત્ન આરંભે તો, સ્વભાવ અને સજાતીય તત્ત્વની સાથે સુતરાં તાદાભ્ય સાધી શકે, એમાં કોઈ શંકા નથી. અરિહંતના નમસ્કારમાં સ્વભાવને નમસ્કાર છે અને વિભાવનો તિરસ્કાર છે. વિભાવનું તુચ્છત્વ,
ધર્મ અનુપ્રેક્ષા • ૬૩