________________
શ્વેતવર્ણવાળું છે.
અનાહત ચક્ર હૃદય પાસે છે. તે બાર દલવાળું અને પીતવર્ણવાળું છે. વિશુદ્ધ ચક્ર કંઠ પાસે છે. તે સોળ દલવાળું અને શ્વેતવર્ણવાળું છે. લલના ચક્ર પડજીભ પાસે છે. તે વીસ દલવાળું અને રક્તવર્ણવાળું છે. આજ્ઞા ચક્ર ભૂમધ્યમાં છે. તે ત્રણ દલવાળું અને રક્તવર્ણવાળું છે. બ્રહ્મ ચક્ર લલાટમાં છે. તે સોળ દલવાળું અને રક્તવર્ણવાળું છે.
સુષુણ્ણા ચક્ર મસ્તકના અત્યંત ઊર્ધ્વભાગમાં છે. તે હજાર દલવાળું અને શ્વેતવર્ણવાળું છે.૧
આ ધ્યાનની પ્રક્રિયા અત્યંત ગંભીર છે. વિશિષ્ટ અનુભવથી રહિત એવો હું એ વિષયને સંપૂર્ણ સ્પષ્ટ રીતે ન વર્ણવી શકું, એ સ્વાભાવિક છે. છતાં પણ ધ્યાનમાર્ગ પ્રત્યેની અત્યંત તીવ્ર રુચિના કારણે અને મંત્રાધિરાજ પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને આ દિશામાં પ્રયત્ન થઈ રહ્યો છે. આ વિષયના નિષ્ણાતો માટે આ લખાણ નથી, કારણ કે હું તો તેમની કરુણાનો પાત્ર છું. આ વિષયમાં કાંઈક જાણવા ઇચ્છતા મુમુક્ષુઓને ઉદ્દેશીને આ લેખ લખાઈ રહ્યો છે.
પવિત્ર પદ (ગર આદિ)ને અવલંબીને જે ધ્યાન કરવામાં આવે છે, તેને અનુભવી મહાપુરુષો પદસ્થ ધ્યાન કહે છે.
પૂર્વના લેખોમાં આપણે જો ઈ ગયા છીએ કે મંત્રાધિરાજ મઈ માતૃકા (બારાખડી)ના સારભૂત છે. તાત્પર્ય કે નઈના ધ્યાનથી માતૃકાનું ધ્યાન થઈ જ જાય છે અને માતૃકાના ધ્યાનથી પણ મર્દનું ધ્યાન થાય છે.
માતૃકાનું ધ્યાન શ્રુતજ્ઞાનના રહસ્યોને પામવા માટે અત્યંત ઉપયોગી છે. તે માતૃકાના ધ્યાનની પ્રક્રિયા આ રીતે છે :
પ્રથમ નાભિસ્થાનમાં સોળ પાંખડીવાળું પદ્મ (ચક્ર, કમળ) ચિંતવવું. તેની પાંખડીઓમાં અનુક્રમે ગ મા રૂ ૩ 8 8 નૃ છે . ગૌ : એ સોળ સ્વરો ચિંતવવા.
પછી હૃદયના સ્થાને ચોવીસ પાંખડીવાળું કમળ ચિંતવવું. તેની પાંખડીઓમાં અનુક્રમે થી પ સુધીના વ્યંજનો ચિંતવવા અને કર્ણિકામાં “' ચિતવવો.
પછી મુખના સ્થાનમાં આઠ પાંખડીવાળું કમળ ચિતવવું. તેની પાંખડીઓમાં ૧. ઈતરોમાં ‘
પ નિરૂપણ' વગેરે અનેક ગ્રંથોમાં ચક્રોનું વર્ણન છે. આ લેખમાં જે વર્ણન આપવામાં આવ્યું છે.
૩૧૪ • ધર્મ અનુપ્રેક્ષા