________________
પ્રણિધાન સર્વ જીવો પ્રત્યે ભાવ મૈત્રીને પ્રગટાવી ક્રોધાદિ સર્વ આંતરશત્રુઓનો, પાપ ભાવોનો અંને વૃત્તિઓનો નાશ કરે છે. તેથી તે મંત્રાધિરાજ પદને યોગ્ય છે. અનાત્મભાવનો નાશ કરી આત્મભાવને પ્રગટાવે છે. આત્મભાવ પ્રગટાવવો, સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય ભાવ પેદા કરવો, એ જ સર્વ પુરુષાર્થોમાં પરમ પુરુષાર્થ છે. એ વડે શુદ્ધ થયેલી ચિત્તભૂમિમાં નિર્મળ આત્મસ્વરૂપનું દર્શન થાય છે. અવિદ્યા ભસ્મીભૂત થાય છે, મિથ્યાત્વમળ નાશ પામે છે. સ ત્વરૂપ સૂર્ય જાણે સહસ્ત્રકિરણો વડે પ્રકાશિત થાય છે.
પ્રથમ પદનો અર્થ સર્વ જીવોની હિત ચિત્તારૂપ મૈત્રીભાવવડે સર્વ ભાવશત્રુઓનો પોતામાં રહેલા અન્ય જીવ પ્રત્યેના શત્રુભાવનો સર્વથા નાશ કર્યો છે. તેથી જ શ્રીઅરિહંત ભગવંતો ત્રણ જગતને અવલંબન લેવા લાયક બન્યા છે. તેમનો તે ભાવ પોતામાં ઉતારવા માટે કરવામાં આવતો નમસ્કાર એ સર્વ પાપ ભાવોનો નાશ કરી સર્વમંગળ ભાવને પ્રગટાવનાર થાય છે.
પરહિતચિંતા - પોતાના જ ધ્યાનમાં રોકાવાની અનાદિકાળથી વળગેલી લાલસાઓ પરહિતચિંતાથી દૂર રાખે છે. નિષ્કારણ કરુણાસિંધુ શ્રીઅરિહંત પરમાત્માની કરુણાના પ્રણિધાનના પ્રભાવે સ્વાર્થનું ધ્યાન જેમ જેમ નાનું થતું જાય છે, તેમ તેમ આત્મભાવ આગળ આવતો જાય છે અને આત્મભાવ આગળ આવતો જાય છે, તેમ તેમ પાપકર્મો અને કષાયોનું જોર ઘટતું જાય છે. કષાયોનું જોર ઘટે છે એટલે જીવનમાં સમરસતા ફેલાય છે. તે સમરસતામાં જીવમાત્રના કલ્યાણની ભાવનાના મૃદુ સૂર સ્વભાવિકપણે ગૂંજતા હોય છે. આત્માને વળગેલો “હું” એ તેના ભવભ્રમણનું કારણ છે. સર્વજીવના ' હિતને ભાવ આપવાથી આત્મા ઉપરની “હુંની પકડ ઢીલી પડવા માંડે છે.
આત્મભાવનું દાન શ્રીપંચપરમેષ્ઠિ ભગવંતો આપણને આત્મભાવનું દાન કરે છે. અનાત્મવસ્તુઓને આત્મા માની તેના પર આસક્તિભાવ કરી આ જીવ અનાદિકાળથી ચાર ગતિમાં રખડી રહ્યો છે અને અનંત આપત્તિઓને ભોગવી રહ્યો છે. શ્રીપંચપરમેષ્ઠિ નમસ્કાર કે જેનો સમાવેશ એક પ્રથમ પરમેષ્ઠિ નમસ્કારમાં પણ થઈ જાય છે, તેનો આશ્રય લેવાથી, તેનું
ધર્મ અનપેક્ષા • ૫૭