________________
ભાવ જોડાણનું માધ્યમ શ્રીનવકાર એ ભાવ જોડાણનું અન્યતમ માધ્યમ છે. આત્મ દ્રવ્ય કરતાં અધિક ભાવ તેના પર્યાયને આપવાથી અસમાન આત્મદષ્ટિને વધુ પોષણ મળે છે. પર્યાયના ભેદ અને પ્રકાર ઘણા હોવાથી બધે એક સરખો ભાવ રહી શકતો નથી. સારા પર્યાયને અધિક ભાવ આપવાની અને સામાન્ય પર્યાયને તુચ્છકારી નાંખવાની વૃત્તિ જીવને સહેજે થઈ જાય છે. નવકાર એ સમાન ભાવ શીખવનાર હોવાથી ભાવ જોડાણનું માધ્યમ બને છે.
અરિહંતભાવનું શરણ શ્રીનવકારનું પ્રથમ પદ આત્મભાવના ભાવ શત્રુઓને હણનારા શ્રીઅરિહંત પરમાત્માના અરિહંતભાવને શરણે જવાનો બોધ આપણને સહુને આપે છે.
અરિહંતભાવની આરાધના સિવાય જીવે જુદા જુદા ભવને વિષે જે તે જીવો પ્રત્યે દર્શાવેલો શત્રુભાવ સર્વથા નિર્મૂળ થઈ શકતો નથી તેમ જ તેના હૈયામાં આત્મભાવનું અમીબિંદુ પણ ટપકી શકતું નથી. આત્મભાવની લહેરનો જે પુણ્યશાળી આત્માને એકવાર પણ સ્પર્શ થાય છે, તેને તેના ભોગે સાંપડતા સ્વર્ગીય વૈભવો પણ કડવા ઝેર જેવા લાગે છે. શુભભાવના પ્રણિધાનની જે સર્વોત્તમ સાનુળકૂતા મહામંત્ર શ્રીનવકાર પુરી પાડે છે, તેના અનુભવે નમ્રપણે કહી શકાય કે રવિ તેજ સામે ઝાકળ ન ટકી શકે તેમ શ્રીનવકારના એકનિષ્ઠ આરાધકના આત્મભાવ સામે અહંભાવ ન ટકી શકે, અશુભ ધ્યાનને યોગ્ય કર્મના અણુઓ ન ટકી શકે.
પ્રથમપદનો મહિમા 'नमो अरिहंताणं ।' सत्तक्खरपरिमाणं, अणंतगम - पज्जवत्थपसाहगं, सव्वमहामंतपवरविज्जाण परमबीअभूअं।
નમો અરિહંતાણં !' આ પ્રથમ અધ્યયન સાત અક્ષરના પરિમાણવાળું, અનંત ગમ-પર્યવ અને અર્થને પ્રકર્ષપણે સાધનારું તથા સર્વ મહામંત્રી અને પ્રવ વિદ્યાઓના પરમ બીજભૂત છે.
સાત અક્ષરનું ધ્યાન સર્વ મહામંત્રો અને સર્વ શ્રેષ્ઠ વિદ્યાઓના પરમ બીજભૂત તથા અનંત ગમ, અનંત પર્યવ અને અનંત અર્થને પ્રકર્ષપણે સાધી આપનાર એવા સાત અક્ષરોનું
૫૬ • ધર્મ અનપેક્ષા