________________
નમસ્કાર પ્રભા
અરિહંતનો ઉપયોગ એ આગમથી ભાવનિક્ષેપે અરિહંત સ્વરૂપ છે. શ્રીઅરિહંત ભગવંતનું ધ્યાન કરવું તે વિશ્વોપકારક તેમના બારગુણો અને બારગુણોનું કારણ તેમની સર્વોત્કૃષ્ટ કોટીની સર્વજીવવિષયક કરુણા તેનું ધ્યાન કરવું તે છે.
પરમેષ્ઠિના પાંચ વર્ણો
શ્રીઅરિહંતનો શ્વેત વર્ણ
સત્ત્વગુણ ઉપ૨નો વિજય સૂચવે છે કેમ કે ક્ષાન્તિ, દયા, સમતા, આદિ ગુણો હોવા છતાં તેનો અહંકાર નથી.
સિદ્ધનો રક્ત વર્ણ
રજોગુણ ઉ૫૨ના વિજયને સૂચવે છે સંસારી જીવનું કર્તૃત્વ કર્મના કારણે છે સિદ્ધોનું કર્તૃત્વ અર્થક્રિયાકારિત્વ સ્વતંત્ર છે. માત્ર આત્મદ્રવ્યના કારણે જ છે. આચાર્યનો પીત વર્ણ
રજોગુણ અને સત્ત્વગુણના મિશ્રણરૂપ છે. રક્ત અને શ્વેત મળવાથી પીત વર્ણ થાય છે. આચાર પ્રધાન હોવાથી રજોગુણ છે છતાં તેના અહંકારથી મુક્ત થવા પ્રયત્નશીલ છે.
ઉપાધ્યાયનો હરિત વર્ણ
તમોગુણ અને સત્ત્વગુણના મિશ્રણથી છે. શ્યામ અને શ્વેત વર્ણ મળે ત્યારે રિત વર્ણ થાય છે. સત્ત્વગુણનો આશ્રય લઈને નિદ્રા, આલસ્ય, પ્રમાદ આદિ તમો ગુણને જીતવા માટે સ્વાધ્યાય વડે સતત પ્રયત્નશીલ છે.
સાધુનો શ્યામ વર્ણ
તમોગુણનો સૂચક છે. નિદ્રાદિ દોષોને જીતીને અપ્રમત્તભાવ પામવા માટે સાધુ સતત પ્રયત્નશીલ છે.
અરિહંત અને સિદ્ધ સત્ત્વગુણ અને રજોગુણના વિજેતા છે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તેમના પગલે ચાલીને તમોગુણનો વિજય કરવા માટેની સાધનામાં રક્ત છે. લીલા, પીળા અને શ્યામ બનીને ત્રણ ગુણની પકડમાંથી છૂટવા માટે સતત ઉદ્યમશીલ છે.
ધર્મ અનુપ્રેક્ષા • ૫૫