________________
આલંબન સ્વીકારવાથી તેમાં જ ચિત્તને પુનઃ પુનઃ પરોવવાથી આત્મભાવ જાગ્રત થાય છે. અનાત્મભાવના અયોગ્ય આકર્ષણરૂપી વિષનો નાશ થાય છે. આત્મભાવની પ્રાપ્તિ થવાથી જીવ અનુપમ શાંતિનો અને નિરૂપમ સુખનો અનુભવ કરે છે. સર્વે આત્માઓ આત્મ તુલ્ય છે અને પોતાનો આત્મા પરમાત્મા તુલ્ય છે. તથા પ૨માત્મપદ શાશ્વતશાંતિનું ધામ છે. સર્વને સુખ કરનારું મંગળકરનારું, કલ્યાણ કરનારું પદ છે, તે ભાવ ૫૨મેષ્ઠિ નમસ્કાર-અરિહંત નમસ્કાર જગાડી આપે છે. અરિહંતો પોતે જ સિદ્ધ થાય છે. પોતે જ ગણધરોને ઉપદેશ આપનારા હોવાથી આચાર્ય પણ છે તેમને જ ત્રિપદી સંભળાવવાથી ઉપાધ્યાય છે અને સ્વયં સર્વજીવો સાથે મન-વચન-કાયાથી મૈત્રી સાધવા વડે સાધુ-સાચા સાધક છે. અરિહંતો આ રીતે પોતે જ સિદ્ધ, પોતે જ આચાર્ય, પોતે જ ઉપાધ્યાય અને પોતે જ સાધુ હોવાથી તેમનો નમસ્કાર પાંચેનો નમસ્કાર બને છે, એક નમસ્કારમાં પાંચે નમસ્કારનો સંગ્રહ થઈ જાય છે. તેથી તે બધાનો રાજા ગણાય છે. રાજારૂપ અરિહંતોનો નમસ્કાર માત્ર સાત અક્ષરોનો હોવા છતાં સાત ભયને ટાળનારો, સાત (ભૂમિ) ક્ષેત્રની જેમ શાશ્વત, અને સાત (સુપાત્ર) ક્ષેત્રની જેમ અનંત ફળનો દાયક બને છે. આત્મભાવને પ્રગટાવનાર અરિહંત નમસ્કારનો ઉપકાર નિઃસીમ છે. તેથી તેમાં : ૧. તચ્ચિત્ત, ૨. તમન, ૩. તદ્દેશ્ય, ૪. તઅધ્યવસાય, ૫. તત્તીવ્રધ્યવસાન, ૬. તદર્થોપયુક્ત, ૭. તદર્પિતકરણ; ૮. તદ્ભાવનાભાવિત થવું
જોઈએ.
એ રીતે આત્મભાવને વિકસાવવાના હેતુથી થતો પ્રથમ પરમેષ્ઠિ નમસ્કાર પાંચે નમસ્કારમાં મળી જઈ અચિત્ત્વ ફળને આપનારો થાય છે.
જીવત્વનું મૂલ્ય .
કોઈ પણ અવસ્થામાં રહેલો જીવ તેના જીવત્વના કારણે તેટલો મૂલ્યવાન્ છે, જેટલો સિદ્ધ ભગવંતનો જીવ. એ રીતે જીવતત્ત્વની ઓળખાણ થયા પછી તેના પ્રત્યેનો ભાવ કદીપણ ઓછો થતો નથી. અરિહંતપરમાત્માઓ જીવદ્રવ્યનું મૂલ્યાંકન કરનારા હોવાથી તેમને સર્વજીવો સરખા મૂલ્યવાળા, સરખા માનને યોગ્ય લાગતા હોય છે એ દૃષ્ટિ પરમેષ્ઠિ નમસ્કાર વડે વિકસે છે.
૫૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા