________________
गुर्वायत्ता यस्माच्छस्त्रारम्भा भवन्ति सर्वेऽपि ।
તસ્માત્ પુર્વારાધનપોળ હિતાંક્ષિળા માવ્યમ્ ॥ (પ્રશમરતિ)
અર્થાત્ શાસ્ત્રજ્ઞાનની શરૂઆત ગુરુને આધારે જ થઈ શકે છે, માટે હિતની ઇચ્છાવાળાએ ગુરુની આરાધનામાં સદા જાગ્રત રહેવું જોઈએ.
વિનયપૂર્વક કરેલી ગુરુસેવાથી ગુરુની કરુણા પ્રાપ્ત થાય છે.
ગુરુકરુણાથી આપણી યોગ્યતા મુજબ આપણને શાસ્ત્રજ્ઞાન મળતું જાય છે.
શાસ્ત્રજ્ઞાનથી જીવન વ્રત અને ત્યાગપ્રધાન બને છે.
વ્રત અને ત્યાગના પ્રતાપે કર્મોનો બન્ધ રોકાઈ જાય છે.
કર્મબન્ધ રોકવાથી સંવર થાય છે.
સંવર થવાથી તપ કરવાનું બળ વધે છે.
તપના પ્રતાપે કર્મની નિર્જરા થાય છે.
કર્મની નિર્જરા થવાથી મન-વચન-કાયાના યોગની પ્રવૃત્તિનો રોધ થાય છે. યોગની પ્રવૃત્તિ બંધ થવાથી અયોગીપણું પ્રાપ્ત થાય છે.
અયોગીપણાથી ભવપંરપરા નાશ પામે છે અને
ભવપરંપરાના નાશથી મોક્ષ પ્રાપ્ત થાય છે. અર્થાત્ દુઃખની આત્યન્તિક અને ઐકાન્તિક નિવૃત્તિ થાય છે.
આ સઘળાય આત્મગુણો વિનયપૂર્વક ગુરુની ઉપાસના દ્વારા પ્રાપ્ત થયેલ શાસ્ત્રજ્ઞાનથી જ થાય છે. ઉપર જણાવેલા ગુણોમાં પૂર્વપૂર્વના ગુણો કારણ છે અને પછીના ગુણો કાર્ય છે એ દૃષ્ટિએ વિનયગુણ સઘળાય ગુણોનું મૂળ છે.
દુઃખ સર્વ જીવોને અનિષ્ટ છે એટલે એનો નાશ પણ સૌને ઇષ્ટ છે. શાસ્ત્રજ્ઞાન દ્વારા જ એવો સાર્વત્રિક અને સંપૂર્ણ નાશ થઈ શકે છે.
યદિપ દુઃખનો નાશ અન્ય સાધનોથી થાય છે એવો અનુભવ કેટલાક જીવોનો હોય છે, પણ તે નાશ આત્યન્તિક અને ઐકાન્તિક હોતો નથી. જેમ ભોજનથી ભૂખરૂપી દુઃખનો નાશ થાય છે પણ તે માત્ર કામચલાઉ હોય છે, કારણ કે પાછું થોડી જ વારમાં ભૂખનું દુ:ખ ઉત્પન્ન થાય છે. વળી કોઈને ભોજનથી ભૂખના દુઃખનો નાશ ન થતાં અજીર્ણાદિનું દુઃખ ઉત્પન્ન થાય છે. એટલે શાસ્ત્રજ્ઞાન સિવાયના બીજા બીજા સાધનોથી થતી દુઃખનિવૃત્તિ આત્યન્તિક હોતી નથી. અર્થાત્ પુનઃ દુઃખનો ઉત્પાદ ન થાય તેવી હોતી નથી અને એ દુઃખનિવૃત્તિ એકાન્તિક પણ હોતી નથી. અર્થાત્ એ બીજા સાધનોથી ૨૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા