________________
શક્તિનું મહાગીત
અરિહંતનો નમસ્કાર શ્રીઅરિહંતના નમસ્કારને જે એક લાખનાર ગણે અને વિધિપૂર્વક તીર્થકર પરમાત્માની પૂજા કરે, તે તીર્થંકર નામગોત્રને બાંધે એમાં કોઈ જાતનો સંદેહ નથી.
નમો અરિહંતાન' એ પદના ૭ અક્ષરો જે જપે છે, તે શીધ્રપણે ભવરૂપી દાવાનલનો ઉચ્છેદ કરે છે. કારણ કે તેમાં આત્મા પરમાત્મા છે, એવી ભાવના સતત થયા કરે છે. એટલું જ નહિ પરંતુ આવી ઉચ્ચકોટિનું જ્ઞાન જેમના તરફથી આપણને મળ્યું છે, તેમના પ્રતિ કૃતજ્ઞતાનો ભાવ સતત કેળવાય છે. કૃતજ્ઞતા એક એવો સદ્ગુણ છે કે જેના વડે જીવ પોતાની પાત્રતાનો વિકાસ કરી અનંત સંપત્તિનો અધિકારી બની શકે છે.
નમો અરિહંતાઈ' આ પદમાં સર્વ વૈરીનો નાશ કરનારા ચક્રવર્તી તેમને નમસ્કાર થાઓ, એમ તેમના સેવકોનું વચન છે. સેવ્ય સેવકભાવ, સ્વામિ-સેવકભાવ, પૂજ્ય પૂજકભાવ પ્રગટ કરનારું વાક્ય છે. આ વાક્ય વડે બોલનાર પોતાનો દાસ ભાવ બતાવે છે અને અરિહંતો ધર્મચક્રવર્તીઓનો સ્વામિભાવ જણાવે છે. પોતે કિંકર છે અને પરમાત્મા પોતાના માલીક છે, એમ પ્રદર્શિત કરે છે. પૂજય એવા અરિહંતોને નમસ્કાર થાઓ અથવા “ગગઃ પૂર્વેગો નમ:' પૂજ્યતા પવિત્રતામાં છે, પવિત્રતા પ્રેમમાં છે. પ્રેમ અહિંસામાં છે, અહિંસા ક્ષમામાં છે, ક્ષમા અનુકંપામાં છે. અનુકંપા ભવનિર્વેદમાં છે. ભવનિર્વેદ મોક્ષાભિલાષામાં છે. મોક્ષાભિલાષ આસ્તિકતામાં છે. આસ્તિકતા નમસ્કારમાં છે.
સાધુનો નમસ્કાર સાધુનાં હૃદયમાં સર્વ જીવોનું પોતાના આત્મા જેટલું જ સ્થાન છે, તે કારણે જ તે સાધુ છે. પોતાના હૃદયમાં તે સ્થાન નથી તે લાવવા માટે સાધુનો નમસ્કાર છે. સાધુ કરતાં ઉપાધ્યાય અને તેના કરતાં આચાર્ય પોતાના હૃદયમાં સમગ્ર વિશ્વને અધિકને અધિક સમાવે છે. છેલ્લે અરિહંતો એ વિષયમાં સર્વથી વિશેષ છે. તેથી તેમનું પદ સર્વથી ઊંચું છે. નમસ્કારના પદોમાં છેલ્લું સ્થાન સાધુઓનું છે. તેથી ઉતરતા જીવો પૂજ્ય નહિ પણ પૂજક છે. માટે તે નમસ્કાર્ય બની શકે નહિ, તો પણ નમસ્કાર્યના
પર • ધર્મ અનુપેક્ષા