________________
છે. પરમેષ્ઠિઓનો શુભ ભાવ એટલો બધો પ્રબળ છે કે તેની સામે અનંતાનંત જીવોનું અશુભ એકઠું થાય તો પણ પ્રચંડ દાવાનલની આગળ ઘાસના તૃણતુલ્ય છે. પરમેષ્ઠિઓના શુભમાં આપણું શુભ મેળવીએ તો અશુભથી ડરવાનું કોઈ કારણ નથી, એ રીતે પરમેષ્ઠિઓ અભયને આપનારા છે. માત્ર એમના શુભ પ્રત્યે, અકારણ સ્નેહ પ્રત્યે આપણે નજર દોડાવવી જોઈએ. તેમના અત્યંત શુભમાં આપણું અતિઅલ્પ પણ શુભ ભેળવી લેવું જોઈએ. એનું જ નામ “નમો અરિહંતાન' “નમો સિદ્ધાળ' ઇત્યાદિ છે.
એક ને એક કેટલા?”
એક ને એક કેટલા?' એ પ્રશ્ન ગણિતનો છે એ પ્રમાણે વ્યવહારનો પણ છે. ગણિતનો સામાન્ય વિદ્યાર્થી પણ તુરત જ ઉપરના પ્રશ્નનો જવાબ આપી શકે કે એક ને એક બે પણ એ જવાબ એક અપેક્ષાએ સાચો છે પણ બીજી અપેક્ષાએ સાચો નથી. એક ને એક અગિયાર એવો પણ જવાબ બીજી અપેક્ષાએ આવે છે. એકની નીચે એક મૂકીએ તો બે થાય પણ એકની બાજુમાં એક મૂકીએ તો ૧૧ (અગિયાર) થાય, એક ને એકે ગુણીએ તો એક જ જવાબમાં આવે અને એક ને એક ભાગીએ તો ૦ (શૂન્ય)
વ્યવહારમાં કોઈ પણ બીજા એકને નીચે રાખીને સરવાળો કરશો તો કાર્યફળ બમણું થશે. બીજા એકને તમારી સમાન ગણી તમારી બાજુમાં બેસાડશો. તો તમે એક હશો છતાં તમારી સાથે બેઠેલા બીજા એકની સહાયથી તમે અગિયાર જણ જેટલું કાર્ય સાધી શકશો. તમે બન્ને એક બીજા સામસામા ગુણાકારમાં ઉતરશો તો કાર્ય–એક જેટલું થશે અને સ્પર્ધા-ખોટી ઈર્ષ્યાથી એક બીજાનું કાર્ય ભાંગી નાખવા તત્પર થશો તો પરિણામ શૂન્ય આવશે હવે વિચાર કરીને વર્તન કરજો ને જવાબ આપજો કે એક ને એક કેટલા? - પ. પૂ. પં. શ્રીધરધરવિજયજી ગણિવર.
ધર્મ અનુપ્રેક્ષા • ૫૧