________________
ધર્મનું સ્વરૂપ
(‘ધર્મ’ પદાર્થની અનુમોદનીય સ્પષ્ટતા કરવામાં આવી છે. પોતે ધર્મ આચરી રહ્યો છે, તે શા આધારે નક્કી થાય તેની સ્પષ્ટતા પણ અહીં સં.)
धर्मो मे केवलज्ञान -प्रणीतः शरणं परम् । चराचरस्य जगतो य आधारः प्रकीर्तितः ॥
- શ્રીસિદ્ધસેનસૂરિ કૃત ‘નમસ્કાર માહાત્મ્ય’ ઉપરના શ્લોકમાં બે વસ્તુઓનો સ્પષ્ટ નિર્દેશ છે : ૧. કેવલીભાષિત ધર્મ જ ચરાચર વિશ્વનો આધાર છે અને ૨. તે જ પરમ શરણ છે.
ધર્મ તે જ હોઈ શકે કે જે કેવલિકથિત હોય. ધર્મ એટલે વિશ્વનો સનાતન નિયમ. અનાદિ કાળથી એ નિયમ એક સરખો, અસ્ખલિત ગતિએ અખંડિત રીતે પ્રવર્તે છે. એ નિયમનું પાલન કરવાથી જ સુખ મળે છે અને એ નિયમનો ભંગ તે જ દુ:ખનું મૂલભૂત કારણ છે. ધર્મ, આજ્ઞા, શાસન વગેરે શબ્દો એકાર્થક છે.
કેવલિ ભગવંતોને ધર્મનો સંપૂર્ણપણે સાક્ષાત્કાર હોવાથી ધર્મનું જે સ્વરૂપ તેઓ બતાવે છે, તે જ યથાર્થ છે.
‘ધર્મ’ પદનો અર્થ અતિગંભીર છે. તે જુદા જુદા નયોથી સમજવો જોઈએ. શાસ્ત્રોમાં ધર્મની વ્યાખ્યા અનેક દૃષ્ટિએ કરવામાં આવી છે. તે બધી વ્યાખ્યાઓનો સમન્વય કરીને તેમાંથી ૫રમાર્થ શોધવો જોઈએ.
ધર્મની કેટલીક વ્યાખ્યાઓ વિષે આપણે અહીં વિચાર કરીશું.
'सहष्टिज्ञानवृत्तानि धर्मं धर्मेश्वरा बिदुः ।'
શ્રીતીર્થંકર ભગવંતોએ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને ધર્મ કહ્યો છે. ‘આત્મન: પરિણામો યો, મોલોમવિવતિઃ સ ચ ધર્મ ।' મોહના વિકારથી રહિત આત્મપરિણામ તે ધર્મ છે.
‘વસ્તુસ્વરૂપં હિં, પ્રાદુ ધર્મ મહર્ષયઃ ।'
મહર્ષિઓ વસ્તુસ્વરૂપને જ ધર્મ કહે છે.
‘ધર્માં હિ વસ્તુયાથાત્મ્યમ્ ।' વસ્તુનું યાથાત્મ્ય-સ્વરૂપ તે ધર્મ છે.
૩૨૪ ૦ ધર્મ અનુપ્રેક્ષા