________________
પાપ પરમાણુઓનો ક્ષય થાય છે. એમ અનંત જ્ઞાનીઓએ જોયું છે.
પુણ્યથી બધી જ બાહ્ય-જડ સામગ્રી મળે, પણ તેથી કાંઈ જીવને શાન્તિ કે સુખ ન મળે, વીંછી કરડ્યો હોય ત્યારે મખમલની ગાદી, મિષ્ટાન્નના થાળ, ગુલાબની સુગંધ, રમણીનાં રૂપો કે વાજિંત્રના નાદો તેને શાન્તિ આપી શકે નહિ, જીવને આ જગતમાં શાન્તિ આપનારા સાધનો બહુ થોડાં છે. સંસારના જડ પદાર્થોમાં સાચી શાન્તિ આપવાની શક્તિ નથી. તેથી જ વાતવાતમાં એમ કહેવાય છે કે “કુટુંબીઓ મારો જીવ ખાય છે, શરીર પીડી રહ્યું છે, સમ્પત્તિ જ વિપત્તિ છે.” ઇત્યાદિ. માટે જીવરૂપી હંસને જો શ્રીપંચપરમેષ્ઠિરૂપી કમલની શ્રેણિમાં લીન બનાવવામાં આવે તો સાચી શાન્તિ મળી શકે છે. મહાજ્ઞાનીઓ પણ આત્મવિશ્રાન્તિ માટે આ મંત્રનું જ વારંવાર ધ્યાન ધરે છે. એ મંત્રના ધ્યાનમાં જીવ પરોવાઈ જાય તો પછી વિશ્રાન્તિ માટે બાહ્ય સાધનોની જરૂર રહેતી જ નથી. આ મહામંત્રના ધ્યાનના પ્રતાપે જંગલમાં પણ મંગલ થાય છે. માટે ઘર આંગણે રહેલા કલ્પવૃક્ષને છોડીને બીજે ક્યાંય ભટકવાની જરૂર નથી. સર્વ શ્રેષ્ઠ એવા નવકારમંત્રની પ્રાપ્તિ થયા પછી પણ જે આત્માઓ બીજા બીજા મંત્રોની ઇચ્છા રાખે છે, તેઓની કરુણ દશાનો ચિતાર આપતાં પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રીપરમેષ્ઠિ ગીતામાં ફરમાવે છે કે—
“તજે એ સાર નવકારમંત્ર, જે અવરમંત્ર સેવે સ્વતંત્ર, કર્મ પ્રતિકૂળ બાઉલ સેવે, તેહ સુરતરુત્યજી આપ ટેવે.”
એક નવકારમંત્રમાં ચિત્ત પરોવવાથી બધું જ સુખ મળે છે, પણ ધ્યાનમાં રાખવું કે તેની પાસે તુચ્છ સુખની માગણી ન કરાય, કેવલ મોક્ષના ઈરાદે જ એનું ધ્યાન ધરવું હિતાવહ છે.
નવકારમાં પાંચને જ સ્થાન કેમ ? એનું પણ કારણ છે. અઢીદ્વીપમાં જેમ મેરુ પાંચ છે, હાથની આંગળીઓ પાંચ છે, પ્રમાણભૂત વચન પાંચ માણસના સમૂહનું ગણાય છે, તેમ આ વિશ્વમાં પૂજનીય તરીકે પણ આ પાંચનો સમુદાય જ છે. આ પાંચમાં જગતનો તમામ પૂજ્ય વર્ગ સમાઈ જાય છે. એમને નમવાથી શુભ પુણ્યરૂપી શરીર ઉત્પન્ન થાય છે અને એના જ પ્રતાપે જીવને સર્વત્ર સઘળીયે અનુકૂળ સામગ્રી મળી રહે છે. નમન ક્રિયા પણ યોગ્ય સ્થાને જ થાય પણ અયોગ્ય સ્થાને ન થાય. નમવાની ક્રિયા પરમેષ્ઠિઓ પ્રત્યે થાય તો શોભે પણ એ જ ક્રિયા સ્ત્રી-પુત્રાદિ સામે કરે તો હાંસીપાત્ર ઠરે. એ જ રીતે યોગ્યને કરેલો નમસ્કાર પૂલનું કામ કરીને વર્તમાનમાં અયોગ્ય દેખાતા આત્માને પણ યોગ્ય બનાવે છે, ગુણાનુરાગી બનાવે છે. યોગ્યને · નમવાથી જેમ ગુણપ્રાપ્તિ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે તેમ યોગ્યને ન નમવાથી તથા ધર્મ અનુપ્રેક્ષા • ૯