________________
શ્રીનવકારનો સંક્ષેપાર્થ (શ્રીમહાનિશિથ” સૂત્રગત પાઠના આધારે)
(૧) ગુણપ્રાપ્તિનો ક્રમ પ્રથમ જ્ઞાન અને પછી દયા. દયાવડે જીવે જગતના સર્વ જીવોને આત્મસમ જોવું. સર્વને આત્મસમ જોનાર તેમને દુઃખ કે ભય આપતો નથી. તેથી તેને અનુક્રમે નીચેના ગુણોની પ્રાપ્તિ થાય છે :
અનાશ્રવ, સંવર, દમ, ઉપશમ, સમતા, અરાગદ્વેષતા, અક્રોધતા, અમાનતા, અમાયિતા, અલોભતા, અકષાયતા, સમ્યત્વ, જીવાદિપ્રદાર્થોનું વિજ્ઞાન, અપ્રતિબદ્ધતા, અજ્ઞાન-મોહ-મિથ્યાત્વનો ક્ષય, વિવેક, હેયોપાદેય વસ્તુની વિચારણાથી બદ્ધલક્ષ્યતા (મોક્ષલક્ષ્યતા) અહીં ત્યાગ, હિતાચરણમાં અત્યંત ઉદ્યમ, ક્ષમાદિ દશવિધ ઉત્તમ ધર્મ અને અહિંસાલક્ષણ ધર્માનુષ્ઠાનને કરવા-કરાવવામાં આસક્તચિત્તતા, સર્વોત્તમ ક્ષમા, સર્વોત્તમ મૃદુતા, સર્વોત્તમ ઋજુતા, સર્વસંગપરિત્યાગ, અત્યંત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટકર દ્વાદશવિધ તપ અને ચારિત્રના અનુષ્ઠાનમાં રમણતા, સત્તર પ્રકારના સંયમાનુષ્ઠાનના પરિપાલનમાં એકાગ્રતા, સર્વોત્તમ સત્યભાષિત્વ, સર્વ જીવનિકાયોનું હિત, અનિગૂહિત બલ, વીર્ય, પુરુષાર્થ, પરાક્રમની વૃદ્ધિ અને સર્વોત્તમ સ્વાધ્યાય અને . ધ્યાનરૂપ જલવડે પાપકર્મરૂપ મલના લેપોનું પ્રક્ષાલન. .
(૨) પ્રથમ સાધનનું બીજ પૂર્વે કહેલ સર્વ વસ્તુઓની પ્રાપ્તિમાં સર્વ પ્રથમ સ્થાન જ્ઞાનનું છે. તેથી એકાંતિક, અત્યંત, પરમ, શાશ્વત, ધ્રુવ, નિરંતર અને સર્વોત્તમ સુખના કાંક્ષી મુમુક્ષુએ દ્વાદશાંગ શ્રુતજ્ઞાનનું અત્યંત આદરસહિત અને વિધિપૂર્વક અધ્યયન કરવું જોઈએ.
સર્વ સુખોના પરમ હેતુરૂપ તે દ્વાદશાંગ શ્રુતજ્ઞાન અપાર અને સુવિસ્તીર્ણ એવા સ્વયંભૂરમણ મહાસાગરની જેમ દુરવગાહ છે. ઈષ્ટ દેવતાના નમસ્કાર વિના તેના પારને કોઈ પણ પામી શકતું નથી. ઈષ્ટદેવતાને નમસ્કાર તે પંચમંગલ જ છે, તે વિના અન્ય નહીં જ. તેથી નમસ્કાર મંત્ર એ જ્ઞાનરૂપ પ્રથમ સાધનનું બીજ છે.
(૩) નમસ્કારનું રટન તેથી સર્વપ્રથમ સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદ, અક્ષર, પદચ્છેદ, ઘોષબદ્ધતા ઇત્યાદિ ગુણોવડે સુવિશુદ્ધ રીતે વિધિપૂર્વક નમસ્કાર મંત્રનું અધ્યયન કરવું જોઈએ. એ १. पढमं नाणं तओ दया, दयाए सव्वपाणभूअजीवसत्ताणं अत्तसमदरिसित्तं ।
શ્રીમહાનિશીથસૂત્ર નમસ્કાર સ્વાધ્યાય પૃ. ૩૬ ૨. વિધિ માટે જુઓ શ્રી “મહાનિશીથસૂત્રસંદર્ભ, નમસ્કાર સ્વાધ્યાય, પૃ. ૩૮..
૩૩૬ • ધર્મ અનપેક્ષા