________________
પોતાના ઉપકારીઓને યાદ કરો, અપકારીઓને ભૂલી જાઓ. અપકાર કરવો છોડી દો અને અપકારીઓ પ્રત્યે પણ ઉદાર બનો.
દુઃખી થવાનો માર્ગ અપકારીઓને ન ભૂલવામાં અને ઉપકારીઓને ભૂલવામાં છે. સુખી થવાનો માર્ગ અપકારીઓને ભૂલવામાં અને ઉપકારીઓને ન ભૂલવામાં છે. જીવ માત્રના હિતના સંકલ્પ પ્રગટાવતાં કંજૂસ થશો નહિ. પોતાના હિતનો એ એક જ રાજમાર્ગ છે.
દુઃખ ન જોઈતું હોય તો દુ:ખ આપવું બંધ કરો. સુખ જોઈતું હોય તો સુખ આપવું શરૂ કરો.
દુઃખ આપનારને ભૂલો, સુખ આપનારને સતત યાદ કરો.
આજ સુધી કેટલાને દુઃખ આપ્યું છે, તે યાદ કરો, આજ સુધી કેટલાની પાસેથી સુખ લીધું છે, તે યાદ કરો.
“વિશ્વમાં કોઈ પણ જીવ દુ:ખી ન થાઓ” એ ભાવના બીજાને આપેલા દુ:ખનું પ્રાયશ્ચિત્ત છે.
“વિશ્વમાં સર્વ જીવો સુખી થાઓ” એ ભાવના લીધેલા સુખના ઋણમાંથી મુક્ત થવાની ચાવી છે.
જીવ માત્રના જીવત્વનું બહુમાન
જગતના સર્વ જીવો આપણી તુલ્ય છે. જ્યાં જ્યાં જીવત્વ છે, ત્યાં ત્યાં આત્માના અનંતગુણો રહેલા છે. જ્યાં જીવત્વ છે, ત્યાં અકલ્પનીય વિશાળ શકયતાઓ ભરી સ્વતંત્ર ભાવ સૃષ્ટિ છે. તેથી કોઈ પણ જીવને ક્યાંય ક્યારેય કોઈ પણ પ્રકા૨નો ઉપદ્રવ ન થવો જોઈએ, આપણને પ્રત્યેક જીવ પ્રત્યે હિતભાવ-સક્રિય હિતભાવ હોવો જોઈએ. જીવનની મહત્તા એટલે માત્ર પોતાના જીવનની મહત્તા નહિ, પણ જીવ માત્રના જીવનની મહત્તા સમજાવી જોઈએ.
જીવ માત્રના જીવત્વનું બહુમાન (Reverence for Life) હૈયાના ઉંડાણમાંથી જાગવું જોઈએ. આ સામાયિકધર્મનો પાયો છે.
અહંકારભાવને દૂર કરી પરમ ઉપકારી શ્રીતીર્થંકર ભગવંતાદિ પ્રત્યે નમસ્કાર ભાવ પ્રગટાવવો જોઈએ. આ સામાયિક ધર્મનો પાયો છે.
નિસર્ગનો એવો નિયમ છે કે સ્વાર્થવડે વ્યક્તિ પોતાને તથા અન્યને હાનિ કરે છે. પરાર્થવડે પોતાને તથા અન્યને હિત કરે છે. જીવનમાં સ્વાર્થને ગૌણ કરી પરાર્થને
૪૦૦ ૦ ધર્મ અનુપ્રેક્ષા