SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ | શિષ્ટાચાર પ્રશંસા-૧ (માગનુસારિતાના બીજા પ્રકાર, શિષ્ટાચારપ્રશંસા વિષયક આ પત્ર-લેખમાં સર્વજીવહિતકર સ્વભાવવાળા ધર્મના સ્વરૂનું અદ્ભુત વર્ણન કરવામાં આવ્યું છે. “આચાર’ એટલે શું? તેની વિશદ છણાવટ છે. સં.) સુમન ! જીવ અનાદિકાળથી જે સુખ માટે પ્રયત્નો કરે છે તેની પ્રાપ્તિના પ્રથમ ઉપાયરૂપ માર્ગાનુસારિતાનો બીજો પ્રકાર શિષ્ટાચાર પ્રશંસા છે. આ ગુણ ન્યાયસંપન્નવૈભવનો અલંકાર છે. તેને સમજવા માટે શિષ્ટ-આચાર-પ્રશંસા એ ત્રણેને જુદા જુદા અને સમુદિત સમજવાની જરૂર છે. સુમન ! આ ગુણમાં “પ્રશંસા વિધેય છે અને શિષ્ટાચાર' અનુવાદ્ય છે. એથી તત્ત્વથી પ્રશંસાને સમજવાની છે, તો પણ જેની પ્રશંસા કરવી હોય તેનું મહત્ત્વ સમજયા વિના તેની પ્રશંસા યથાર્થરૂપમાં થઈ શકતી નથી, માટે પ્રશંસા પૂર્વે આપણે આચારનું મહત્ત્વ વિચારીએ. સંસ્કૃત ભાષાના નિયમ પ્રમાણે “વર' ધાતુને “વર્ગ પ્રત્યય તથા પૂર્વે ' ઉપસર્ગ આવવાથી ‘બા+વાર–નીવાર' શબ્દ બને છે. તેમાં ‘મા’નો અર્થ અભિવિધિ અને મર્યાદા છે, તેથી મર્યાદામાં અને પૂર્ણ ચાલવું તેને આચાર કહેવાય છે. આપણી ભાષામાં “ઇષ્ટ પ્રાપ્તિ સુધી માર્ગે ચાલ્યા કરવું' એ અર્થ થયો. અહીં ચાલવું એટલે વર્તન કરવું એમ સમજવું. કારણ કે આચાર, આચરણ, વર્તન, ચારિત્ર વગેરે શબ્દોનો સમાન અર્થ થાય છે. સુમન ! એ રીતે આચાર શબ્દમાં “માર્ગે-સતત-ચાલવું” એ ત્રણ અંશો છે તેથી અખંડ-સતત વિધિપૂર્વક શુભ વર્તન કરવું. તેને આચાર કહેવાય છે. ધીમી ગતિએ પણ શક્તિ-સંયોગ પ્રમાણે જે પ્રતિદિન માર્ગે ચાલતો રહે તે હજારો માઈલ દૂર રહેલા પણ ઇષ્ટ સ્થાને પહોંચે છે, તેમ પ્રતિદિન યથાશક્ય શુભ વર્તન કરતો રહે તે છેક મુક્તિ સુધી પહોંચી શકે છે. ચાલનાર ભૂલો ન પડે અને કાંટા-કાંકરાથી બચી સુખપૂર્વક ઈષ્ટસ્થળે પહોંચે તે માટે લોકો માર્ગનો આશ્રય લે છે, તેમ ભવમાં ભટકયા વિના નિર્વિદને સુખપૂર્વક મોક્ષમાં પહોંચવા માટે ચારનું પાલન કરવું જોઈએ. આચારના આશ્રય વિના કદી મુક્તિ થતી નથી. જ્ઞાનીઓએ સંસારને અટવી કહી અને તેમાંથી પાર ઉતારનાર આચારને માર્ગ કહ્યો છે. અર્થાત્ આચાર એ મુક્તિપુરીનો માર્ગ છે.' ૧૩૬ • ધર્મ અનુપ્રેક્ષા
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy