SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ તે અર્ફે ચંદ્રના કિરણોની જેમ નિર્મળ છે અને સુવર્ણકમળની કર્ણિકામાં રહેલું છે. તે બિંદુ, કલા વગેરે સર્વ અવયવોથી પરિપૂર્ણ છે. તે અનુક્રમે આકાશમાં સંચરે છે, દિશાઓને વ્યાપ્ત કરે છે, મુખકમળમાં પ્રવેશે છે, બ્રૂમધ્યમાં ભમે છે, નેત્રપત્રોમાં પ્રકાશે છે, ભાલમંડળમાં થોડીક વાર સ્થિર થાય છે, તાલુરંધ્રથી બહાર આવે છે, અમૃતરસને ઝરે છે, ચંદ્રની સાથે સ્પર્ધા કરે છે, જ્યોતિમાં પ્રકાશે છે, આકાશમાં સંચરે છે અને મોક્ષલક્ષ્મીની સાથે જોડે છે. અનક્ષર ધ્યાન તે પછી રેફ, બિંદુ અને કલાથી રહિત એવા મંત્રાધિરાજનું ( અહંનું) ધ્યાન કરવું, એટલે કે ‘હૈં' વર્ણનું ધ્યાન કરવું. તે પછી તે જ ‘' અક્ષરને અનક્ષરતાને પ્રાપ્ત થયેલ ચિંતવવો. આ વખતે તેનો ઉચ્ચાર હોતો નથી. અહીં કલાને અનક્ષર કહેવાય છે, તેથી અહીં કલાનું ધ્યાન કરવું. આ કલાને ‘અનાહત’ નામના દેવ કહેવામાં આવે છે. તે ચંદ્રમાની કલા જેવા આકારવાળો, સૂક્ષ્મ સૂર્યસદશ તેજસ્વી અને અત્યંત પ્રકાશમાન ચિંતવવો. તે પછી તે અનક્ષરતાને પ્રાપ્ત કલાને અનુક્રમે સૂક્ષ્મ ચિંતવવી. એ ત્યાં સુધી સૂક્ષ્મ થવી જોઈએ કે અંતે એ વાળના અગ્રભાગ સદેશ સૂક્ષ્મ દેખાય તે પછી ક્ષણવાર જગતને અવ્યક્ત (નિરાકા૨) અને જ્યોતિર્મય જોવું. એ રીતે મનને લક્ષ્યમાંથી અલક્ષ્યમાં સ્થિર કરવું. આવી રીતે મનને સ્થિર કરનારના અંતરમાં અનુક્રમે અતપ્રિય અને શાશ્વત જ્યોતિ પ્રગટ થાય છે. એ પ્રમાણે લક્ષ્ય (સાલંબન ધ્યાન)નું આલંબન લઈને અલક્ષ્ય (નિરાલંબન ધ્યાન)ની પ્રાપ્તિનો નિર્દેશ કર્યો છે. એ અલક્ષ્યમાં સ્થિર મનવાળા યોગીને સર્વ અભીષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. સર્વ ભવ્ય જીવો મંત્રાધિરાજ ના અભિધેય સાથે સમાપત્તિ પામીને પરમસુખને વરો, એ જ મંગળ કામના. પોતાના અલ્પવિકસિત સ્વરૂપની પોતાના જ પરમસ્વરૂપને પૂર્ણ ભાવપૂર્વક ભેટ ધરવાની સર્વોત્તમ પ્રક્રિયા ધ્યાનના પ્રભાવે ખૂબ જ સુલભ બની રહે છે. ૩૧૮ ૦ ધર્મ અનુપ્રેક્ષા
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy