SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ નોકરચાકર, સંબંધીઓ ઘરાકો, મિત્રો વગેરે...અરે, શત્રુવર્ગ પણ એની સુજનતા, અકુટિલતા પરોપકારવૃત્તિ, અદ્વેષ, ઉદારતા, વગેરે ગુણોથી આકર્ષાઈ એની પ્રશંસા કરવા પ્રેરાય છે. સંયમની આરાધનામાં એક સાધક સાધુ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ તેના બાહ્ય જીવનમાં, આહાર અને ઉંઘ ઉપર કાબૂ આવતો દેખાય છે. દીક્ષિત થઈ મુનિજીવનનો તે પ્રારંભ કરે છે, ત્યારે એને બે પ્રહરની ઉંઘ હોય તે ઘટીને, સાધનામાં તેની પ્રગતિ વધતાં તે વૃષભ બને ત્યારે એક પ્રહરની બને છે અને આચાર્ય પદ સુધી પહોંચે છે ત્યારે સામાન્ય સંયોગોમાં પૂરા એક પ્રહરની નિદ્રાની પણ તેને આવશ્યકતા રહેતી નથી. આહારાદિનો સંયમ અને વિકલ્પ રહિત ચિત્તની અવસ્થાનું આ પરિણામ આવે છે. સંયમના વિકાસ સાથે આંતરજીવનમાં પણ કેવાં પરિણામો પ્રગટે છે, તે જણાવતાં શાસ્ત્રો કહે છે કે દીક્ષા પર્યાય એક વર્ષનો થતાં સાધુ અનુત્તરવાસી દેવો કરતાં અધિક આનંદ અનુભવે...એટલે એનું ચિત્ત નિર્મળ અને પ્રશાંત બની જાય છે, એક વર્ષની સંયમસાધના થતાં, એનાં ક્ષમા આદિ દશ યતિધર્મો પણ વિશુદ્ધ બની જાય છે, અને વિશુદ્ધ ભાવપૂર્વક સાધુચર્યાનું પાલન કરતાં, થોડા જ વખતમાં, મૈત્રી-કરુણાપ્રમોદ અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓ એને હસ્તગત થઈ જાય છે. પોતાની સાધનાનો રથ જો સાધ્યભણી નિશ્ચિતપણે આગળ વધી રહ્યો હોય તો માર્ગમાં આવો કંઈ આંશિક પણ અનુભવ થવો જોઈએ. એ ન થતો હોય તો, “પોતાની સાધનામાં ક્યાંય કંઈ ભૂલ તો નથી થતી ને ? એ વિચાર જાગૃત સાધકને આવ્યા વિના રહેતો નથી. ઉપર કહેલાં આ જીવનમાં દેખાવા જોઈતાં શાસ્ત્રોક્ત પરિણામો ન દેખાય છતાં, પોતાની આરાધનાથી “કર્મનિર્જરા થઈ રહી છે.” એવા વિશ્વાસમાં રહી, ભાવધર્મનું જ્ઞાનીઓએ જે ગૌરવ કર્યું છે, તેનાં જે ગુણગાન ગાયાં છે, એ બધું પોતાની આરાધનાને માથે ઓઢાડી દઈ નિરાંતની પલાંઠી સાધકવૃત્તિવાળો આરાધક વાળી શકે ખરો ? १. वचनक्षान्तिरिहादौ धर्मक्षान्त्यादिसाधनं भवति । शुद्धं च तपो नियमाद्यमश्च सत्यं च शौचं च ॥ आकिञ्चन्यं मुख्यं ब्रह्मापि परं सदागमविशुद्धम् । સર્વ સુલ્તવુિં વતુ નિયમાન્સંવત્સરાવુર્ણમ્ II ષોડશક ૧૨, શ્લો. ૧૨-૧૩. इति चेष्टवतउचै विशुद्धभावस्य सद्यतेः क्षिप्रम् । મૈત્રી કરુણા કુતિતોપેક્ષાઃ વિત્ત સિદ્ધિમુપત્તિ | ષોડશક ૧૩, શ્લો. ૭. ૨૯૨• ધર્મ અનપેક્ષા
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy