SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ આચારપાલન (મનનીય આ પત્ર-લેખમાં સદાચારના પાલનની યથાર્થ મહત્તા આલેખવામાં આવી છે. સં.) સુમન ! માનવજીવન અન્ય ગતિઓની અપેક્ષાએ ઘણું ઉચ્ચ છે એમ સર્વ દર્શનકારો કહે છે અને સૌ કોઈ એ પ્રમાણે સ્વીકારે છે, તેનું કારણ માનવજીવનમાં મુખ્યતયા શિષ્ટાચાર, સદાચાર કે ધર્માચારરૂપ આચારધર્મના પાલન દ્વારા વિશિષ્ટ સાધના કરવાની હોય છે. સુમન ! મનુષ્યના આ આચારધર્મના પાલનથી અન્ય જીવોનું હિત થાય છે, એથી એનું પોતાનું પણ હિત થાય છે અને અન્ય જીવોને આચારપાલનની હિતકર પ્રેરણા મળે છે. તેથી એમ કહી શકાય કે એક સદાચારી ઉત્તમ મનુષ્ય જગતના જીવોને સંસારસમુદ્રથી પાર ઉતારનાર નાવિક છે. સુમન ! નાવિકનું કાર્ય બીજાને તારવાનું હોય છે. તે બીજા મુસાફરોને તારે છે છતાં ત્રીજાને તારતાં પોતે પણ તરે છે. સુમન ! બધા નાવિક બની શકતા નથી, નાવિક તો કોઈ અમુક જ હોય છે, બીજા તો તરનારા તરીકે મુસાફરો હોય છે, પણ નાવિક અને મુસાફરો બધાની બુદ્ધિ નાવડી નિર્વિને પાર ઉતરે અને સૌ તરે–પાર ઉતરે' એવી હોવાથી બધા પાર ઉતરે છે. નાવડીની રક્ષા માટે સૌ એકમત હોય છે અને નાવડીની રક્ષામાં સર્વની રક્ષા સમજતા હોય છે. ' : ' સુમન ! સદાચારને નાવડી, તેના પ્રરૂપક તથા પ્રચારકને નાવિક અને પાલકને તરનારા મુસાફરો કહી શકાય. સુમન ! જેમ સઘળા મનુષ્યો નાવિક કે મુસાફરો બની શકતા નથી, તેમ સર્વ જીવો આચારધર્મનું પાલન કરી શકતા નથી, પણ યથાયોગ્ય આચારધર્મનું પાલન કરનાર તો મનુષ્ય જ હોય છે, એ કારણે જ માનવજીવનની ઉચ્ચતા સૌ કોઈએ સ્વીકારી છે. સુમન ! જેમ મુસાફર નાવડીની સલામતિ માટે બેદરકાર બને તો તે સર્વ મુસાફરોનો દ્રોહીં ઠરે છે, તેમ મનુષ્ય પણ પોતાના જીવનને યોગ્ય એવા શક્ય સદાચારના પાલનમાં બેદરકાર બનવાથી દ્રોહી ઠરે છે. માટે માનવજીવન પામેલા સૌ કોઈએ આચારધર્મના પાલનની અને રક્ષણની પોતાની જવાબદારીને સમજવી જોઈએ ધર્મ અનુપ્રેક્ષા • ૧૮૧
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy