________________
પણ—જીવનું ભવ્યત્વ, કર્મ, કાળ, સ્વભાવ અને નિયતિ વગેરે સહકારિ કારણ સામગ્રીની અપેક્ષાપૂર્વક જ ભગવાન મોક્ષ પ્રાપ્તિમાં હેતુ બને છે, તેથી એક સાથે સર્વ પ્રાણીઓ મોક્ષે જઈ શકતા નથી. આગમાનુસારે આ બધી હકીકત વિચારવી.”
શ્રીદેવચન્દ્રજી મહારાજ શ્રીચન્દ્રાનન જિનના સ્તવનમાં ભગવાનની કરુણા અંગે જણાવે છે કે—
“તુજ કરુણા સહુ ઉપરે રે, સરખી છે મહારાય, પણ અવિરાધક જીવને રે, કારણ સફલો થાય રે. ચન્દ્રાનન જિન.”
પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજ પણ ચિન્તામણિ પાર્શ્વનાથના સ્તવનમાં જણાવે છે કે–
“કાલ સ્વભાવ ભવિતવ્યતા એ સઘળા તુજ દાસો રે, મુખ્ય હેતુ તું મોક્ષનો એ મુજને સબલ વિશ્વાસો રે.’–
આજ મહાપુરુષ એક બીજા સ્તવનમાં જણાવે છે કે—
“ઇતની ભૂમિ પ્રભુ તુમહી આન્યો, પરિ પરિ બહુત બઢાઈ મામ, અબ દુ ચાર ગુનઠાણ બઢાવત, લાગત હે કહા તુમ કો દામ.”—
કલિકાલ સર્વજ્ઞ ભગવાન્ શ્રીહેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા વીતરાગસ્તોત્રમાં જણાવે છે કે—
भवत्प्रसादेनैवाहमियतीं प्रापितो भुवम् ।
ઔવાસીન્થેન નેવાની તવ યુહ્રમુપેક્ષિતુમ્ ॥ (પ્રકાશ-૧૬ શ્લો૦ ૮) આ શ્લોકની ટીકામાં ટીકાકાર લખે છે કે :
"हे भगवन् ! अहं भवत्सम्बन्धिना प्रसादेन अनुग्रहेणैव इयतीं त्वदुपास्ति स्तुतिविज्ञप्तियोग्यं भुवं = सुदशां प्रापितः सभानीतोऽस्मि तद् इदानीमपि विश्वैकवत्सलस्य तव औदासीन्येन-माध्यस्थ्येन उपेक्षितुं न युक्तं आश्रितोपेक्षणं हि न सुस्वामिधर्म इति ।"
ભાવાર્થ :—à ભગવાન્ ! હું આપના અનુગ્રહ વડે જ–આપની ઉપાસના, સ્તુતિ અને વિજ્ઞપ્તિને યોગ્ય સુંદર દશાને પામ્યો છું, તો હવે વિશ્વવત્સલ એવા આપે મારી ઉપેક્ષા કરવી યોગ્ય નથી, કારણ કે—આશ્રિતની ઉપેક્ષા કરવી એ સુસ્વામીનો ધર્મ નથી.
-
આ સ્તુતિમાં આત્માના ઉત્તરોત્તર વિકાસમાર્ગમાં શ્રીતીર્થંકરદેવ પુષ્ટ હેતુ છે એ વાત જણાવી છે. કેવળ ભક્તિ જગાડવા માટેના જ આ વચનો નથી, પણ પરમાત્માના અનુગ્રહરૂપી નિમિત્તના અભાવમાં ઉપાદાન પોતે કારણપણે પરિણમતું નથી. એ રહસ્ય એમાં છુપાયેલું છે. એ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવા જેવું છે. આ જાતની વિચારણાથી પરમાત્મા ઉપર સાચી ભક્તિ જાગશે.
ધર્મ અનુપ્રેક્ષા - ૨૧