________________
શ્રીજિનેશ્વરદેવની પૂજ્યતા (પરમાત્માની અચિન્ય તારક ક્ષમતાનું સચોટ પ્રતિપાદન આ લેખમાં થયું છે. તેનું વારંવાર ચિંતન કરવાથી જીવનમાં પ્રભુભક્તિનો અપૂર્વ ભાવ જાગે છે. સં.)
અભિમતફલની સિદ્ધિનો ઉપાય સમ્યજ્ઞાન છે અને સમ્યજ્ઞાનનો ઉપાય સન્શાસ્ત્ર છે. એ સન્શાસ્ત્રની ઉત્પત્તિ આપ્તપુરુષથી થાય છે. આપ્ત-પુરુષ તે કહેવાય છે કે–જેના રાગ, દ્વેષ અને મોહ સર્વથા ક્ષય થઈ ગયા હોય. શાસ્ત્રની ઉત્પત્તિ અર્થરૂપે શ્રીજિનેશ્વરદેવથી થાય છે એટલે અહીં પ્રાપ્ત તરીકે તેમને જ સમજવાના છે.
આથી જ અભિમત ફલ સિદ્ધિના ઉપાયભૂત સમ્યજ્ઞાનના આદ્યપ્રરૂપક શ્રીજિનેશ્વરદેવો સૌ કોઈ માટે હરહંમેશ ત્રિકાળ પૂજવા યોગ્ય છે અને હરઘડી સ્મરણ કરવા યોગ્ય છે. આવા પરમ ઉપકારીઓનું દર્શન, પૂજન, વન્દને અને સ્મરણ કરવાનું પવિત્ર કર્તવ્ય કૃતજ્ઞ પુરુષો કદી પણ ન ભૂલે. “ર દિ ઋતમુારે સાધવો. વિસ્મરન્તિ' - અર્થાત્ સાધુ પુરુષો–સજ્જન પુરુષો કોઈએ પોતા ઉપર કરેલા ઉપકારને કદી પણ ભૂલતા નથી. સારાંશ કે–ઉપકારીને યાદ કરવા એ કૃતજ્ઞતા તથા સજ્જનતા છે અને ભૂલી જવા એ કૃતજ્ઞતા અને દુર્જનતા છે,
ભગવાનનો અનુગ્રહ–૧ઉપમિતિમાં શ્રીસિદ્ધર્ષિગણિ જણાવે છે કે “ભગવાનના અનુગ્રહ વિના માર્ગાનુસારિતા પણ પ્રાપ્ત થતી નથી. ભગવાનના અનુગ્રહથી જ ભાવપૂર્વક ભગવાન ઉપર બહુમાન થાય છે, તે વગર બહુમાન પણ થતું નથી. યદ્યપિ પોતાના કર્મનો ક્ષયોપશમ વગેરે કારણો છે, પણ તે અપ્રધાન કારણ છે, પ્રધાન કારણ તો ભગવાનનો અનુગ્રહ જ છે. તે પરમાત્મા જ અચિન્ય શક્તિસંપન્ન હોવાથી અને પરાર્થકરણમાં મગ્ન હોવાથી જીવની મોક્ષમાર્ગની પ્રવૃત્તિના પરમ હેતુ છે. આ પરમાત્માનું નિરાકાર સ્વરૂપ પણ સર્વ જીવોનું કલ્યાણ કરી શકે એટલી શક્તિવાળું છે. એ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. કદાચ શંકા થાય કે–ભગવાનને અનુગ્રહ તો સર્વ જીવ ઉપર એક સરખો છે–તો સર્વની મુક્તિ એક સાથે થઈ જવી જોઈએ. તેના સમાધાનમાં સિદ્ધર્ષિગણિ જણાવે છે કે-જીવની મુક્તિમાં ભગવાન જ પ્રધાન કારણ હોવા છતાં
१. यदा अयमात्मा निजभव्यत्वादिपरिपाकवशादेतावती कोटिमध्यारूढो भवति तदा अस्य भवत्येव भगवदनुग्रहः, न तदव्यतिरेकेण यतो मार्गानुसारिता सम्पद्यते, तदनुग्रहेणैव भवति भावतो भगवति बहुमानो नान्यथा, स्वकर्मक्षयोपशमादीनां शेषहेतूनां अप्रधानत्वात् । ★★★ स एव परमेश्वरोऽचिन्त्यशक्ति-युक्ततया परमार्थकरणैकतानतया चास्य जीवस्य मोक्षमार्गप्रवृत्तेः परमो हेतुः इत्युक्तं भवति, समस्तजगदनुग्रहप्रवणं हि भगवतो निष्कलमपि रूपमिति परिभावनीयम् । केवलं तथापि जीवभव्यतां कर्मकालस्वभावनियत्यादिकं च सहकारिकारणकलापं अवेक्ष्य जगदनुग्रहे व्याप्रियते तेन न यौगपद्येन समस्तप्राणिनां संसारोत्तार इति । आलोचनीयमेतदागमानुसारेण इति ।
૨૦ • ધર્મ અનપેક્ષા