________________
વાસ્તવિક કારણોને જાણી તેનો ત્યાગ કરવામાં અને બીજાના દુઃખને દૂર કરવાની વૃત્તિ તથા શક્ય પ્રવૃત્તિમાં છે. - ભૂતકાળના વિશાળ સંસારમાં એવા અનેક આત્માઓ થઈ ગયા છે કે–જેમણે પોતાના બાહ્ય સુખ-દુઃખની ચિંતાને ત્યજી દઈ અગર ગૌણ બનાવી સર્વના સુખ-દુઃખની વિચારણાને જીવનસ્પર્શી બનાવી હતી. અને પોતાના સત્કાર્યનું સર્વજીવોને ફળ મળો એવી ઉદાત્ત ભાવના આત્મામાં વણી લીધી હતી. શ્રી તીર્થંકરદેવોની સકલસત્ત્વહિતદષ્ટિ પરાકાષ્ઠાએ પહોંચેલી હતી, અને એથી જ—એ મહાપુરુષોના શ્રીસંઘમાં એ દષ્ટિ વિકાસ પામેલી જોઈ શકાય છે. સૂરિપુરન્દર શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાના–પંચવસ્તુકવિંશતિવિંશિકા આદિ ગ્રંથોના પ્રાંત ભાગમાં આજે પણ એના દર્શન થાય છે. કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે સકલાસ્તિોત્રના
(I) “તનોત્વમમતાનિ વ' (I) Tળતુ વૈ: શ્રિયમ્' (II) ‘ડિતુ વ:' (III) “પાર્શ્વનાથઃ શ્રિયેસ્તુ વ:'
ઉપર્યુક્ત શ્લોકોમાં વશબ્દનો પ્રયોગ કરીને બીજાના હિતની ભાવના વ્યક્ત કરી છે. તે તેમની જાગ્રત સર્વસત્વહિતદષ્ટિનું પ્રતીક છે. આપણે પણ આપણું હિત ઈચ્છતા હોઈએ તો એ મહાપુરુષોની ઉદાત્ત ભાવનાને પ્રગટાવવા તથા વિકસાવવા સતત પ્રયત્ન કરવો જોઈએ.
દેવાધિદેવનું ધ્યાન એ મહાસુકત છે. એની અનુમોદના પણ થવા લાગે તો એ ધ્યાનનો આનંદ ઉત્તરોત્તર ઉત્સાહ વધારતો જાય અને એ રીતે સુકતો સેવવાની પરંપરા ચાલે, એટલે જીવનનું અવળું ચક્ર સવળી ગતિ પકડી લે છે–એ પરોપકારી પરમાત્માનું શરણ એટલે શ્રીઅરિહંતદેવનું જ શરણ નહિ, કિન્તુ એ અરિહંતદેવોએ જેને નમસ્કાર કર્યા એવા શ્રી સિદ્ધ ભગવંતોનું શરણ, એમના માર્ગને અવિચ્છિન્નપણે ચલાવી રહેલા શ્રી સાધુભગવંતોનું શરણ, અને સંસારના નગ્ન સ્વરૂપને, માયાવી સુખોને, વિનશ્વર ભાવોને ખુલ્લા કરી દઈને સન્માર્ગે ચડાવી દેનાર સદ્ધર્મનું પણ શરણ પ્રાપ્ત થઈ જાય છે.
ધર્મ અનપેક્ષા • ૧૯