SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ સ, ૨ અને ૨ એ ત્રણ તત્ત્વો પ્રધાન છે, કારણ કે તેમાં શ્રીસર્વજ્ઞ ભગવાન રહે છે.. મ'કાર એ પ્રથમ તત્ત્વ છે. તે સર્વભૂતોને અભય આપનારું છે, તે સર્વ પ્રાણીઓના કંઠદેશને આશ્રીને રહેલું છે. તે સર્વાત્મક, સર્વગત, સર્વવ્યાપી, સનાતન, દિવ્ય અને પાપનાશક છે. સર્વ વર્ષોમાં તે મોખરે છે. વગેરે સર્વવ્યંજનોમાં તે રહેલું છે. તે પૃથિવ્યાદિ પાંચ મહાભૂતો, સર્વ શાસ્ત્રો, સર્વ લોકો, સર્વ મહાસાગરો, સર્વ મત્રતસ્નાદિ યોગો, સર્વ વિદ્યાઓ વગેરેમાં આકાશની જેમ વ્યાપકરૂપે રહેલું છે એ જ પરબ્રહ્મ છે, એનાથી શ્રેષ્ઠ અન્ય કોઈ બ્રહ્મ નથી. જે દેવ (ગ)ની આદિમાં એ છે, તે દેવના નામનું મુમુક્ષુઓએ અવશ્ય ધ્યાન કરવું જોઈએ. કાર પ્રદીપ્ત અગ્નિ જેવો છે તે સર્વ દેહિઓના શિરોભાગને વિષે રહે તે પુણ્ય, પવિત્ર અને મંગલ છે, દ કાર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહેલો છે. લૌકિકશાસ્ત્રો એને “મહાપ્રાણી કહે છે. એમાંથી જુદા જુદા સંયોગો વડે અનેક મન્ચાક્ષરોની નિષ્પત્તિ થાય છે. બિંદુ સર્વ પ્રાણીઓના નાસાગ્રને વિષે રહે છે, તે સર્વ વર્ણોની ઉપર રહે છે, જલબિંદુની જેમ વર્તુલાકાર છે અને યોગીઓને મોક્ષ આપનાર છે લગભગ બધા મંત્રબીજો બિંદુથી યુક્ત હોય છે. ઉપર કહેલ ત્રણ અક્ષરો ૧, ૨ રુ અને બિંદુ વડે જેનું નામ નિષ્પન્ન થાય છે, તેને પંડિતપુરુષો સર્વજ્ઞ કહે છે : મ'થી વિષ્ણુ (ધ્રૌવ્ય), “'થી બ્રહ્મા (ઉત્પાદ) અને “દથી મહેશ (વ્યય) સૂચવાય છે. કલાથી મુક્તિસ્થાન અને બિંદુથી પરમપદ વ્યક્ત થાય છે. એ રીતે મર્દમાં લૌકિક દેવો, ત્રિપદી, અહંતુ, સિદ્ધ વગેરે પણ આવી જાય છે. આ રીતે મત્રાધિરાજ અને તેના અંગોનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે. હવે પછીના લેખમાં તેના ધ્યાન વિશે માહિતી આપવામાં આવશે. હવે ધ્યાનની પૂર્વભૂમિકા સંક્ષેપમાં વિચારીશું. આ યુગમાં આપણા માટે શુક્લધ્યાન શક્ય નથી કારણ કે તેની અધિકારિતા આજે આપણામાં નથી. શુક્લધ્યાનના અધિકારી તો વજઋષભનારાચ સંઘયણથી યુક્ત, પૂર્વધર અને શ્રેણી પર ચઢવામાં સમર્થ એવા મહામુનિઓ હોય છે, તેથી આજે આપણા માટે ધર્મધ્યાન જ અભ્યસનીય છે. એ ધર્મધ્યાનને બાદ કરીએ તો આજે આપણી આરાધનામાં કશું જ ન રહે. આપણા માટે આજે ધર્મધ્યાન એ જ મહાન આરાધના છે. મુમુક્ષુઓએ ધર્મધ્યાન માટેની નીચેની સપ્તાંગી અવશ્ય જાણવી જોઈએ. ધ્યાતા ૧, ધ્યાન ૨, ધ્યાનનું ફળ ૩, ધ્યેય ૪, દેશ ૫, કાળ ૬ અને અવસ્થા ૭. ૩૦૬ • ધર્મ અનુપ્રેક્ષા
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy