SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતજ્ઞતાગુણ (કૃતજ્ઞતાગુણને પ્રગટ કરવા સંબંધી મનનીય પ્રતિપાદન કરવામાં આવ્યું છે સાધનાના બીજા સ્વરૂપ કૃતજ્ઞતાના અભાવમાં થતો પરોપકાર પણ અહંકારની પુષ્ટિમાં કેવી રીતે પરિણત થાય છે, તેનું સચોટ દર્શન આ લેખ કરાવે છે. સં.) કૃતજ્ઞતા અને પરોપકારનો મહામંત્ર કૃતજ્ઞતા ‘કૃત નાનાતિ સ તન્ન:' પોતાના ઉપર કરેલા ઉપકારને જે જાણે તે કૃતજ્ઞ, એટલે કૃતજ્ઞ બનનારે પરોપકારને ગુણ તરીકે સ્વીકારી જ લીધો. જો પરોપકાર એ સદ્ગુણની વિશ્વમાં હયાતી જ ન હોય, તો કૃતજ્ઞતા ગુણનું પણ અસ્તિત્વ નથી. કૃતજ્ઞતાને અસ્તિત્વમાં લાવનાર પરોપકૃતિ છે અને પરોપકૃતિને પ્રેરનાર કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતા પરોપકારની પ્રેરક છે. કૃતજ્ઞતા જેવો ગુણ ન હોય તો પરોપકાર સંભવતો જ નથી. કેવળ અહંકાર જ રહે છે. પર ઉપર ઉપકાર કરવો હોય ત્યારે સ્વાર્થને સ્વને ભૂલવો જ જોઈએ. સ્વને જ મુખ્ય માનનાર અને પરોપકાર વડે પણ સ્વનું માન વધારવા માટે પ્રયત્ન કરનાર જે પરોપકાર કરે છે, તે ગુણ નહિ પણ ગુણાભાસ છે. દેખાય છે પરોપકાર પણ કાર્ય છે અહંકારનું અને ત્યાં સુધી પરોપકારગુણ વડે જે સ્વાર્થરૂપી મલનો નાશ કરવો છે, તે સિદ્ધ થઈ શકતો નથી. સ્વાર્થવૃત્તિ એ મલ તે ‘મલ’ એટલા માટે છે કે તેની પાછળ ભારોભાર મોહ અને અજ્ઞાન છે. બધા આત્માઓ સ્વસમાન છે. એ મૌલિક જ્ઞાનના અભાવે જ મોટે ભાગે રાગદ્વેષ અને તેનાં ઇર્ષ્યા, અમર્ષ આદિ ફરજંદો પેદા થાય છે. વિષયાશક્તિ પણ એમાંથી જન્મે છે અને વધે છે. સર્વદોષોની જનની મમતાની પણ માતા એ મૌલિક અજ્ઞાનતા છે. અજ્ઞાન-સ્વાર્થ વગેરે દોષોને પોષનાર હોવાથી તે મૂળમલ કહેવાય છે, સહજમલ શબ્દથી ઓળખાય છે. તેનું નિવારણ અહંકાર માટે થતા પરોપકારથી થતું નથી પણ પરને આત્મતુલ્ય સમજીને સ્વના ઉપકાર જેટલો જ ઉપકારનો અધિકારી ‘પર' છે, એમ ધારીને સ્વાર્થવૃત્તિરૂપી મલને નિવારવા માટેના આલંબનરૂપે થતો પરોપકાર સદ્ગુણ ગણાય છે. પરોપકારભાવ વડે અનાદિ સ્વાર્થવૃત્તિરૂપી સહજમળનો વિગમ થાય છે અને કૃતજ્ઞતા ગુણ વડે સ્વાર્થવૃત્તિમાંથી મુક્ત થવાની જીવની સહજયોગ્યતાનો વિકાસ થાય છે. કૃતજ્ઞતા એ પરોપકાર માટેની પૂર્વભૂમિકા પૂર્વ તૈયારી છે. પરોપકાર ગુણના માલીક બનવા માટેની તે પૂર્વ તાલીમ છે. તેથી થયેલો યોગ્યતાનો વિકાસ પરોપકાર ગુણમાં પરિણમે છે. પરોપકારને સારો ૯૪ • ધર્મ અનુપ્રેક્ષા
SR No.005782
Book TitleDharm Anupreksha
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBhandrankar Prakashan
Publication Year2013
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy