________________
વ્યવહાર સ્તુતિ કેવળ અરિહંતના આત્માની, આઠ મહાપ્રાતિહાર્યોની સમવસરણાદિ ઋદ્ધિની સ્તુતિરૂપ છે, એ રીતે ન વિભાગ સમજવો.
વાસક્ષેપ પાંચે આંગળી ભેગી કરીને વાસક્ષેપ નંખાય છે. વાસ એટલે સુગંધ, સર્વજીવો સુખી થાઓ એવી શ્રીપંચપરમેષ્ઠિની ભાવનાનો લેપ કરવો, તેનું નામ વાસક્ષેપ અથવા પંચપરમેષ્ઠિ ભગવંતો દ્વારા ભવનિસ્તારની આશિષ આપવી, તે વાસક્ષેપ.
ચતુર શરણનો પ્રભાવ ચતુદશરણ વડે ચાર કષાયોનો ક્ષય થાય છે. મૈથ્યાદિ ચાર ભાવો પોષાય છે. ક્ષમાદિ ચાર ગુણો પ્રગટે છે. અરિહંતનું શરણ—ક્રોધનો નાશ કરે છે, તથા મૈત્રીભાવ અને ક્ષમાગુણ વિકસાવે છે. સિદ્ધનું શરણ—માનનો નાશ કરે છે. તથા પ્રમોદ ભાવ અને નમ્રતા ગુણ વિકસાવે છે. સાધુનું શરણ માયાનો નાશ કરે છે. તથા કારુણ્યભાવ અને સરળતાગુણ વિકસાવે છે. ધર્મનું શરણ લોભનો નાશ કરે છે. તથા માધ્યસ્થભાવ અને સંતોષગુણ વિકસાવે છે.
- પાંચ આચારની શુદ્ધિ પરમેષ્ઠિનમસ્કાર વડે પાંચ આચારની શુદ્ધિ થાય છે. અરિહંત નમસ્કારથી જ્ઞાનાચારની શુદ્ધિ થાય છે.
સિદ્ધનમસ્કારથી દર્શનાચારની શુદ્ધિ થાય છે. આચાર્યનમસ્કારથી ચારિત્રાચારની શુદ્ધિ થાય છે. ઉપાધ્યાયનમસ્કારથી તપાચારની શુદ્ધિ થાય છે. સાધુનમસ્કારથી વીર્યાચારની શુદ્ધિ થાય છે. અથવા પાંચે નમસ્કાર વડે પાંચે આચારોની શુદ્ધિ થાય છે.
અરિહંતની પૂજા અરિહંતના પૂજનથી રાગદ્વેષ આદિ માનસિક દુર્ભાવો દૂર થઈ ચિત્ત નિર્મળ બને છે. ચિત્ત નિર્મળ-નિર્વિકાર થવાથી સમાધિ, ધ્યાન યા ચિત્તની એકાગ્રતા સિદ્ધ થાય છે. ચિત્તની સમાધિ અને એકાગ્રતા વડે કર્મની નિર્જરા અને નિર્વાણ સુખની પ્રાપ્તિ થાય છે. માટે અરિહંતની પૂજા ન્યાયપ્રાપ્ત છે. અરિહંતોની પૂજા કુશલાનુબંધ કર્મ છે. અરિહંતની પૂજાથી પવિત્ર ગુણોનું સ્મરણ અને તે વડે પરિણામોની કલ્મષતાનું અપહરણ થાય છે. મનની નિર્વિકારતા અને નિર્વિકલ્પતા સિદ્ધ થાય છે. પરંપરાએ પરમપદની પ્રાપ્તિ થાય છે.
૬૮ • ધર્મ અનુપ્રેક્ષા