________________
પ્રમાદ અશુભયોગ અને તુચ્છ વિષયો પ્રત્યેની આસક્તિ નિવારણ કરવાનું અચિંત્ય સામર્થ્ય છુપાયેલું છે.
• ત્રણે કાળ ત્રણ ત્રણ વખત ‘શિવમસ્તુ સર્વજગતઃ' એ ભાવનાપૂર્વક બાર બાર નવકાર ગણનાર વ્યક્તિની, વ્યક્તિના બનેલ સમૂહની અને સંઘના સ્થાપક શ્રીજિનેશ્વરદેવની, તીર્થની, આજ્ઞાની અને પ્રવચનની કેટલી મોટી ઉન્નતિ અને તેના પ્રભાવની વૃદ્ધિ થાય અને પરંપરાએ કેટલાએ આત્માઓ બોધિબીજની પ્રાપ્તિ કરી સદ્ગતિની પરંપરાએ મુક્તિ સુખના અધિકારી બને, તે હકીકત વિચારશીલ પ્રત્યેક વ્યક્તિ વડે સહેલાઈથી સમજી શકાય તેવી છે.
શ્રીઅરિહંતમાં પંચપરમેષ્ઠિ
શ્રીઅરિહંત પંચપરમેષ્ટિમય છે પંચપરમેષ્ઠિની સ્તુતિ એ અપેક્ષાએ અરિહંતની સ્તુતિ છે. શ્રીઅરિષ્કૃતમાં અરિહંતપણું તો છે જ ઉપરાંત સિદ્ધપણું છે. ગણધરોને ‘ઉપન્નેઈવા' ઇત્યાદિ ત્રિપદીરૂપ સૂત્રની દેશના આપનારા હોવાથી ઉપાધ્યાયપણું પણ છે. કંચન-કામિનીના રાગથી અલિપ્ત, નિર્વિષય ચિત્તવાળા નિર્મળ, નિસંગ અને અપ્રમત્તભાવવાળા હોવાથી સાધુપણું ધારણ કરનારા પણ છે. એ રીતે પાંચે પરમેષ્ઠિમય હોવાથી અરિહંતની સ્તુતિ પંચપરમેષ્ઠિની સ્તુતિરૂપ છે અને પંચપરમેષ્ઠિની સ્તુતિ અરિહંતની સ્તુતિ રૂપ છે. અરિહંતમાં પંચપરમેષ્ઠિ અને પંચપરમેષ્ઠિમાં અરિહંત કંચિત્ રહેલા છે. એ જ ન્યાય આગળ લંબાવતાં સમગ્ર વિશ્વમાં અરિહંત અને અરિહંતમાં સમગ્ર વિશ્વ રહેલું છે. જ્ઞાનના અને કરુણાના વિષયરૂપે સમગ્ર અચેતન-સચેતન વિશ્વ અરિહંતના ઉપયોગમાં રહેલું છે કહ્યું છે :
जिनो दाता जिनो भोक्ता, जिनः सर्वमिदं जगत् । जिनो जगति सर्वत्र, यो जिनः सोऽहमेव च ॥ १ ॥
વિશ્વના આત્મા
શ્રીઅરિહંત એ વિશ્વના આત્મા છે. સમગ્ર વિશ્વ તેમના આત્મામાં જ્ઞાનરૂપે, કરુણારૂપે, મૈત્રીરૂપે, પ્રમોદરૂપે, માધ્યસ્થરૂપે પ્રતિબિંબિત છે, તેથી અરિહંતની સ્તુતિમાં સમગ્ર વિશ્વની સ્તુતિ અને સમગ્ર વિશ્વની સ્તુતિમાં અરિહંતની સ્તુતિ સમાઈ જાય છે. આ નિશ્ચયની વિચારણા છે.
નિશ્ચયનય અભેદનું અવલંબન લે છે. અરિહંતમાં આત્મા અને આત્મામાં અરિહંત, અરિહંતમાં પંચપરમેષ્ઠિ અને પંચપરમેષ્ઠિમાં અરિહંત અરિહંતમાં સમગ્ર વિશ્વ અને સમગ્ર વિશ્વમાં અરિહંત એ સંગ્રહનયનો વિષય છે. અરિહંતની નિશ્ચય સ્તુતિ પંચપરમેષ્ઠિની સ્તુતિ, આત્માની સ્તુતિ, એ સમગ્ર વિશ્વની સ્તુતિરૂપ છે. અરિહંતની
ધર્મ અનુપ્રેક્ષા • ૬૭