________________
અમાપ મંત્રશક્તિ
શબ્દોના તરંગો હોય છે. તે તરંગોમાંથી હૃદય આસપાસ કુંડાળું નિર્માણ થાય છે. તેમાંથી બીજું-ત્રીજું કુંડાળું રચાય છે અને કુવિચારોના કુંડાળાં નાશ પામે છે. જેમ જેમ હૃદય શુદ્ધ બને તેમ તેમ અપવિત્ર વિચારો નાશ પામે છે અને પવિત્ર વિચારોનો કિલ્લો નિર્માણ થાય છે. પાપનું કુંડાળું જાય અને પવિત્ર કુંડાળું નિર્માણ થાય જેથી ‘સવ્વ પાવપ્પણાસણો' થાય છે. આ વસ્તુનો અનુભવ થશે પછી આપણી ચારે બાજુ ‘નમો અરિહંતાણં'નો ધ્વનિ સંભળાશે. પછી એકાગ્રતા આવે. આ પ્રાથમિક અવસ્થા છે.
શ્રીનવકાર એ માત્ર પાપનો નહિ પણ પાપી વિચારોનો નાશ કરે છે. શ્રીઅરિહંતના ૧૨ ગુણો છે. તો હૃદયમાં ૧૨ વખત તો તે શબ્દો જરૂર વાંચવા. જપ કરતાં ધ્યાનમાં હજારો ગુણી તાકાત હોય છે. અક્ષરો સફેદ અને તેજસ્વી વાંચવા. હૃદયમાં તે અક્ષરો લખ્યા છે, તેમ કલ્પવું. હૃદયમાં કમલ કે અવયવની કલ્પના કરી તેમાં નવકારને સ્થાપો.
દરેક જીવને કાંઈને કાંઈ ખુટે છે. ઇન્દ્ર કે ચક્રવર્તીને પણ કાંઈક ખૂટે છે, એવું છૂપું છૂપું પણ જ્ઞાન હોય છે. માત્ર ખૂટતી ચીજ શું છે ? અને ક્યાંથી મળે ? તેનું જ્ઞાન હોતું નથી. અને તે ચીજ ન મળે ત્યાં સુધી કોઈ સંયોગોમાં શાંતિ મળતી નથી. શ્રીઅરિહંતદેવોએ સર્વ જીવો પ્રત્યે અભેદભાવ સાધ્યો હતો. જ્યાં સુધી જગતના જીવો આપણા છે અને હું તેઓનો છું, તેવો ભાવ ન આવે, ત્યાં સુધી કોઈ સાધના વેગવતી થતી નથી. માત્ર શ્રીઅરિહંત સાથે નહિ, પણ શ્રીઅરિહંત જેના સંબંધમાં છે, તે સર્વ જીવોની સાથે સંબંધ થાય છે, તેનો આનંદ અવર્ણનીય છે. મૈત્રી તૂટે પણ મૈત્રીભાવ ન તૂટે—નવકાર મૈત્રીભાવ લાવી આપે છે. નમસ્કાર એ સિદ્ધ મંત્ર છે કારણ કે તે યોગસિદ્ધ મહાપુરુષોનો કહેલો છે અને કદી નિષ્ફળ જતો નથી.
માનસશાસ્ત્ર કહે છે કે જે વસ્તુનું પ્રથમ ગ્રહણ અને ધારણ થયું હોય તેનું જ ઉદ્બોધન થઈ શકે છે. આ રીતે ગૃહીત-ધારિત વસ્તુનું ઉદ્બોધન થવું તે જ સ્મૃતિ કે સ્મરણ છે. જે મંત્ર મનની વૃત્તિઓથી જ સ્વ-સંવેદનરૂપે જપાય છે, તે માનસ જપ છે. સાધનાનો ક્રમ (૧) સ્મરણ (૨) જપ (૩) ધ્યાન, મંત્રની એ ત્રણ ભૂમિકા છે.
પદસ્થ પછી પિંડસ્થનો અધિકાર છે અથવા પિંડસ્થ પછી પદસ્થનો અધિકાર છે. અક્ષર ચિંતનનો અભ્યાસ કરતાં કરતાં સાધકે પાંચે પરમેષ્ઠિઓનું વર્ણો પ્રમાણે ધ્યાન ધર્મ અનુપ્રેક્ષા ૦ ૪૯