Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 436
________________ (ઉત્તર) અર્થની અપેક્ષાએ શ્રીજિનેશ્વર ભગવતોએ અને સૂકાની અપેક્ષાએ શ્રીગણધર ભગવંતોએ. * સામાયિક અધ્યયનનું સ્થાન આવશ્યક સૂત્રમાં પ્રથમ છે. તે માટે ખુલાસો કરતાં ટીકાકાર શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ ફરમાવે છે કે “સમભાવ લક્ષણવાળું સામાયિક એ અહીં પ્રથમ અધ્યયન છે. ચતુર્વિશતિસ્તવ આદિ તેના જ ભેદ હોવાથી સામાયિકને પ્રથમગપ્યું છે - કોઈ પણ તીર્થકરના તીર્થમાં કોઈ પણ મુનિ દીક્ષા અંગીકાર કરીને શ્રુતજ્ઞાનના પારગામી થયા હોય એમ જણાવવું હોય, ત્યારે શાસ્ત્રકારો નીચેના શબ્દોનો ઉલ્લેખ કરે છે. 'सामाइयमाझ्याइं एक्कारस अंगाइ अहिज्जइ ।' 'सामाइयाइं चोदृसपुव्वाइं अहिज्जइ ।' સામાયિક આદિ અગિયાર અંગોને ભણે છે અથવા સામાયિક આદિ ચૌદપૂર્વો– બાર અંગોને ભણે છે. - અહીં શાસ્ત્રકાર મહર્ષિઓ સામાયિકથી માંડીને અગિયાર કે બાર અંગનું અધ્યયન જણાવે છે, તેમાં પ્રથમ સામાયિક જ શા માટે ? શ્રીજિનમતમાં સામાયિક એ સાવઘયોગની નિવૃત્તિરૂપ અને નિરવઘયોગની પ્રવૃત્તિરૂપ છે. - સાવઘયોગથી વિરામ પામવું અને નિરવદ્યયોગોમાં પ્રવૃત્ત થવું અને પરિણામે સ્વ સ્વરૂપમાં સ્થિર થવું, એ ચારિત્રગુણનું લક્ષણ છે. ચારિત્રગુણ પાછળ સ્વ પર ઉભયના સર્વ પ્રકારના દુઃખોનો અંત આણવાની સર્વોત્કૃષ્ટ ભાવના છે અને એ ભાવનાની સિદ્ધિ સાવઘયોગના વિરામથી અને નિરવદ્યયોંગના આસેવનથી જ થઈ શકે છે. સાવદ્યયોગ એટલે પાપવાળો વ્યાપાર. પાપ અઢાર પ્રકારના છે, તેમાંથી એક પણ પાપ મન, વચન, કાયાથી સેવવું, સેવરાવવું કે સેવતાને સારું માનવું નહિ એ જાતની જીવનપર્યત કે નિયત કાળ માટેની પ્રતિજ્ઞા એ સામાયિક છે અને એ જ વાસ્તવિક ચારિત્ર છે.. એ ચારિત્રનું પાલન એ દ્વાદશાંગીનો સાર તે અને તેનાથી મોક્ષ નજીક આવે છે. આવા ચારિત્રગુણનો અભ્યાસ એ જીવની સદ્ગતિનું મૂળ છે અને તે માત્ર મનુષ્યનું જ નહિ પણ સચરાચર વિશ્વના તમામ જીવોની પીડા હરનારું અનુપમ સાધન છે. સ્વરૂપરમણતા કે આત્મગુણોમાં સ્થિરતા સુધી પહોંચવા માટે સામાયિક એ પરમધાર છે. ધર્મ અનપેક્ષા • ૪૧૯

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442