Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 434
________________ સમને સક્રિય બનાવવા માટે ક્ષમા અને અને ઉપશમ સહાયક છે. સમ્મને સક્રિય બનાવવા માટે સદ્નાન અને અક્ષુદ્રતાદિ ગુણો સહાયક છે. · સામાયિકમાં સર્વ ધર્મોને આવરી લેવાની સર્વ સંયોગોને પચાવી લેવાની અને સર્વ પરિસ્થિતિઓને પહોંચી વળવાની તાકાત છે. સર્વ સંસારી જીવો, જીવો ઉપર લાગેલા કર્મના સર્વ વિપાકો, કર્મમુક્ત સિદ્ધ ભગવંતો તથા સિદ્ધિના સાધકો—આ સર્વ પ્રત્યે યથાયોગ્ય મન, વાણી અને કર્મથી થતું ઔચિત્યભર્યું સર્તન એ જ સામાયિકધર્મ છે. આ ધર્મ સર્વ ધર્મોમાં અગ્રણી છે. સામાયિકવાળું ચિત્ત સર્વ યોગોની વિશુદ્ધિવાળું હોવાથી શ્રેષ્ઠ છે, તેને વાસીચંદન કલ્પની ઉપમા છે. મનરૂપી ભૂત અહંની જાગૃતિને રોકવી એ જ જ્ઞાન, એ જ ભક્તિ અને એ જ યોગ છે. કયા કામને શ્રેષ્ઠ અને કયાને કનિષ્ઠ માનવું ? આત્માના રંગથી રંગાયેલું હોય તે શ્રેષ્ઠ છે. અહંના રંગથી રંગાયેલું કનિષ્ઠ છે. જગતમાં એક જ તત્ત્વ છે. બીજું છે જ નહિ. અહંને જગાડીને ભેદ અનુભવવો કે અહંને મટાડીને અભેદ અનુભવવો એ પોતાના હાથની વાત છે. ભેદાનુભવ એ દુઃખ અને અભેદાનુભવ એ જ સુખ છે. કાંઈ પણ દુઃખમય હોય કે વિરોધી જેવું લાગે ત્યારે એટલું જ વિચારવાનું કે - અહં એકદમ જાગી ઉઠ્યો છે. એ અહંની જાગૃતિ રોકવી એ જ ખરો યોગ, ખરું જ્ઞાન અને ખરી ભક્તિ છે. આત્માનુભવથી જ તે રોકાય છે. એટલે અનુભવ એ જ જીવન જીવવાની ચાવી છે. ભૂત પિશાચ વગેરે જગતમાં ક્યાં રહે છે ? એની વિચારણા પછી કરશું. • પહેલાં આપણું મન એ જ ભૂત છે. એ નિર્ણય પર આવીને તેની પક્કડમાંથી દૂર થવાની જરૂર છે. ધર્મ અનુપ્રેક્ષા • ૪૧૭

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442