________________
નવકાર સર્વ પાપોનો નાશક છે, કારણ કે તેમાંથી ચૈતન્ય ઉપરનો પ્રેમ અને જડ ઉપરનો વિરાગ ઉદ્ભવે છે. જડની પ્રીતિ અનાદિની હોવા છતાં વિષભરી છે. ચૈતન્યની પ્રીતિનો નવો પ્રારંભ હોવા છતાં તે નિત્ય વૃદ્ધિ પામનારી છે, અંત વિનાની છે.
પરમેષ્ઠિઓ જ્ઞાનાનંદથી પૂર્ણ છે, જીવમાત્ર પ્રત્યે આત્મસમભાવથી ભરેલા છે. આત્મસમદર્શીત્વ એ બધા ગુણોનું મૂળ છે. એ ગુણ હોય તો બધા ગુણો ગુણ ગણાય છે. એ ન હોય તો બીજા ગુણો ગુણાભાસ છે.
સામાયિક એટલે સર્વ જીવો આત્મતુલ્ય છે એવી સાધનાનો સક્રિય અભ્યાસ.
જીવરાશિને આત્મસમ જોવી અને પુદ્ગલરાશિને આત્મભિન્ન જોવી એ મોક્ષનો માર્ગ છે. શ્રીપરમેષ્ઠિ ભગવંતોમાં આ બન્ને ગુણો પરાકાષ્ઠાએ પહોંચેલા છે. તેથી નવકારપૂર્વકના સામાયિક વડે જીવ સાથે તાદાભ્ય અને જડ સાથે ભેદ સાધી શકાય છે.
જીવને જડ તત્ત્વ સાથે અનાદિકાળથી મૈત્રી છે. તે ચેતન તત્ત્વ સાથે જોડવી એ જ સર્વ સાધનાનું પરમ રહસ્યભૂત તત્ત્વ છે.
સામાયિકની સાધનાનું આ ઐદંપર્ય છે. રત્નત્રયીનો સાર ,
સામાયિકધર્મ સ્પષ્ટપણે મોક્ષ માર્ગ દર્શાવે છે, અધ્યાત્મ અને યોગ બને સામાયિકમાં ભરેલા છે.
નવકારના પરમેષ્ઠિવાચક પદો અધ્યાત્મના બીજ છે અને સામાયિકની કોઈ પણ ક્રિયામાં યોગ ભરેલો છે.
યોગ ચિત્તધૈર્યરૂપ છે. અધ્યાત્મ ચિત્તવિશુદ્ધ રૂપ છે. સામાયિક વડે ચિત્તની સ્થિરતા સધાય છે, તેમ ચિત્તની વિશુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.
સામાયિકમાં સર્વોચ્ચ અધ્યાત્મ પ્રગટાવવામાં સહાયક સર્વ યોગો રહેલા છે.
પંચપરમેષ્ઠિમાં પોતાનો આત્મા અને પોતાના આત્મામાં પંચપરમેષ્ઠિ જોવાનો અભ્યાસ, તે નવકારની સાધના છે. સર્વ જીવોમાં પોતાનો આત્મા અને પોતાના આત્મામાં સર્વ જીવોનો જોવાનો અભ્યાસ એ સામાયિકની સાધના છે.
શ્રતધર્મનો સાર શ્રીનવપદમાં આત્મા અને આત્મામાં શ્રીનવપદ જાણવા તે છે. સર્વ જીવોમાં પોતાનો આત્મા અને પોતાના આત્મામાં સર્વ જીવોને જોવા તે છે મૃતધર્મ તથા ચારિત્રધર્મ પરસ્પર પૂરક છે. નવકાર અને સામાયિક પરસ્પર પૂરક છે.
બન્ને પરસ્પર પૂરક એટલા માટે છે કે નવપદ સામાયિકમય છે અને સામાયિક અંતે નવપદમય છે, એ રીતે પરસ્પરનો અંતર્ભાવ કરી જાણે તે જ્ઞાની, ગીતાર્થ અને
ધર્મ અનુપેક્ષા • ૪૧૫