Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

View full book text
Previous | Next

Page 433
________________ શાસ્ત્રજ્ઞ છે અને તેણે જ રત્નત્રયીનો સાર મેળવ્યો છે, રત્નત્રયીનું ફળ પ્રાપ્ત કર્યું છે. તાત્ત્વિક ચિત્ત સમાધાન સંસારમાં બે વસ્તુઓ અત્યંત દુર્લભ છે. સજ્જનની સંગતિ અને સદ્ગુચન શ્રુતિ મહાપુણ્ય પ્રાપ્ત થાય છે. નવકારમાં આ અત્યંત દુર્લભ બન્ને વસ્તુઓ છે. સર્વ શ્રેષ્ઠ સજ્જનોની સંગતિ નવકા૨ વડે પ્રાપ્ત થાય છે અને નવકાર સ્વયં શ્રેષ્ઠ સદ્ગુચન છે. સર્વ સદ્ઘચનના સંગ્રહરૂપ ચૌદપૂર્વનો સાર નવકાર છે. સચન શ્રવણ અને સજ્જનની સંગતિનું ફળ ચિત્તનું સમાધાન છે અને તેનું જ સમતા સામાયિક છે. સાચું સુખ સંયોગમાં નથી પરંતુ ચિત્ત સમાધાનમાં છે. સમાધાન જીવનની શુદ્ધિ વિના થતું નથી, જીવનની શુદ્ધિ સમજણ વિના થતી નથી, તેથી ચિત્તના સમાધાન માટે સમ્યગ્દર્શન જ્ઞાન, ચારિત્ર ત્રણેય આવશ્યક છે. સામાયિકધર્મ જેટલો ઊંડો, વિશાળ અને વ્યાપક છે તેટલો તેનો સ્પષ્ટ બોધ થવા માટે સામાયિકવંતને નમવાની જરૂર છે. સામાયિકવંતનો, સર્વ વિરતિનો આદર એ સામાયિક ધર્મનો આદર છે, તેનું જ નામ નવકાર છે. સામાયિકમાં સર્વ જીવો સાથે, તેમના વર્તન સાથે અને સદ્ગુણો સાથે ઔચિત્યનો સંબંધ છે. જીવત્વેન સર્વ સમાન છે, તેથી મૈત્રી. કર્મ પરવશત્વેન સમાન છે, તેથી કરુણા અને માધ્યસ્થ. ક્ષયક્ષયોપશમત્વેન સમાન છે, તેથી સર્વ ગુણો પ્રત્યે સમાન પ્રમોદ. આ અનુક્રમે સામાયિકમાં રહેલી સામ, સમ અને સમ્મની ભાવના છે. સામ, સમ અને સમ્મ. સામ એટલે સર્વ જીવો સાથેના મૈત્રીના મધુર પરિણામ. સમ એટલે રાગદ્વેષમાં મધ્યસ્થપણાના તુલ્ય પરિણામ. સમ્મ એટલે ખીર-ખાંડની જેમ પરસ્પર મળી જવાના પરિણામ. સામમાં માધુર્ય છે. સમમાં ન્યાય છે. સમ્મમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રનો અનુરૂપ સંયોગ છે. સામને સક્રિય બનાવવા માટે અહિંસા અને ઔદાર્ય સહાયક છે. ૪૧૬ ૦ ધર્મ અનુપ્રેક્ષા

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442