________________
આધાર-અવલંબન છે.
મુમુક્ષુએ સમતા પ્રાપ્ત કરવા, પુષ્ટ કરવા માટે જ પ્રયત્ન કરવો.
સામાયિકધર્મના સાધકે વારંવાર વિચારવું કે, “સર્વ પ્રાણીને સુખ પ્રિય છે દુઃખ પર દ્વેષ છે, સર્વ પ્રાણીઓને મૃત્યુનો ભય છે અને જીવવાની ઇચ્છા છે, તેથી મારે સર્વ પ્રાણીનું હિત જ કરવું. કેમ કે તે સર્વ મારી સમાન જ ધર્મવાળા છે.” આ પ્રમાણેના વિચારથી સર્વત્ર સર્વ જીવ ઉપર સમષ્ટિ રાખવી.
રસાધિરાજ શાંતરસ કોરી કલ્પના માત્ર નથી, પરંતુ સામાયિકધર્મની સાધનામાં વિશેષ પ્રગતિ થતાં પ્રગટતો આત્માનુભવ છે.
મન એજ મહાવ્યાધિ
જ્યાં સુધી જગત છે, ત્યાં સુધી ઉપાધિઓ રહેવાની. એ ઉપાધિઓ વૈરાગ્ય કરાવવામાં અગર થયેલા વૈરાગ્યની દૃઢતામાં કારણ બની શકે છે.
જગતના પદાર્થોમાં મન ગયું કે અસ્વસ્થતા આવે છે. જગતના પદાર્થોને અડચા કે દાઝ્યા જ સમજવું.
આ શરીર જ મહાઉપાધિ છે અને મન તેને “હું” કરીને માને તે મોટી વ્યાધિ છે.
મન જો શરીરને બદલે આત્મામાં, પ્રભુમાં, સાક્ષીમાં સમી ગયું, તો પછી શરીર રહો કે જાઓ બંને સરખું છે.
મન એ જ માયા છે. મન પકડાયું તો માયા પકડાઈ ગઈ સમજો. માટે શરીર વગેરેને ભૂલીને આત્મસ્થ રહેવામાં જીવનનું સાફલ્ય છે.
આઘાતો આવવાના અને જવાના. તેમાં મનનું સમતોલપણું રાખવું એ જ ધર્મ છે.
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૪૧૩