________________
સ્વર્ગ સુખ પરોક્ષ છે. મોક્ષનું સુખ તો તેથી પણ વધારે પરોક્ષ છે. પ્રશમ સુખ પ્રત્યક્ષ છે અને પ્રાપ્ત કરવામાં કંઈ વ્યય નથી અને તે પરવશ નથી.
- સમતાનું સુખ મનની સમીપે રહેલું છે. રાગદ્વેષાદિ રહિત મનની પરિણતિથી ઉત્પન્ન થયેલું સ્વાભાવિક અને સ્વાધીન એવું તે સુખ માત્ર અનુભવગમ્ય છે. રસાધિરાજ શાંતરસ દ્વારા પ્રગટતો આનંદ શબ્દો વડે વર્ણવી શકાતો નથી. આ આનંદનું વર્ણન થઈ શકતું નથી.
‘ક્ષળ શ્વેત: સમાષ્ય, સમતા ર્િ સેવ્યતે। - स्यात्तदा सुखमन्यस्य यद्वक्तुं नैव पार्यते ॥१॥'
જો એક ક્ષણવાર પણ ચિત્તનું આકર્ષણ કરીને સમતાનું સેવન કરાય તો તેથી એવું સુખ થાય છે, જે બીજાને કહી શકાય નહિ.
સમતાના આનંદને તે અનુભવનાર જ જાણે છે, બીજો કોઈ જાણી શકતો નથી.
'कुमारी न यथा वेत्ति सुखं दयितभोगजम् ।
न जानाति तथा लोको, योगिनां समतासुखम् ॥१॥
જેમ કુમારી કન્યા પતિના ભોગથી ઉત્પન્ન થયેલું સુખ જાણતી નથી, તેમ જ લોકો યોગીજનોના સમતાના સુખને જાણી શકતા નથી.
સામાયિક એટલે આત્મા
આત્માનું અનિર્વચનીય સુખ સમતા દ્વારા પ્રાપ્ત થાય છે. સામાયિકની સાધના દ્વારા પ્રાપ્ત થાય છે.
નિશ્ચયનયની દૃષ્ટિએ આત્મા એ જ સામાયિક છે.
સામાયિક એટલે આત્માનુભવ.
શ્રીભગવતીસૂત્રના પ્રથમ શતકના નવમા ઉદ્દેશમાં શ્રીપાર્શ્વનાથ ભગવંતના ચાતુર્યમધર્મને અનુસરનારા શ્રીકાલાસ્યવેષિ અણગારે શ્રમણ ભગવંત શ્રીમહાવીર પ્રભુના પાંચ મહાવ્રતધારી સ્થવિરોને જે પ્રશ્નો પૂછ્યા હતા તેમાંનો એક પ્રશ્ન એ હતો
–
છે ?
“ મે અગ્ગો ! સામારૂપ ? જે મે અન્નો ! સામાયસ્સ અટ્ટે ?'' હે આર્ય ભગવંતો ! આપનું “સામાયિક” શું છે અને સામાયિક”નો અર્થ શો
તે વખતે સ્થવિરોએ જણાવ્યું હતું કે–
ધર્મ અનુપ્રેક્ષા ૦ ૪૧૧