________________
“ગાય ને મળો ! સામgs, માયા ને મળ્યો ! સામરૂ અદ્દે ” ,
હે આર્ય ! આત્મા એ અમારું “સામાયિક” છે અને આત્મા એ જ અમારા સામાયિકનો અર્થ છે.
સામાયિક એટલે આત્માની સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત થવું. શુદ્ધ આત્મ પરિણતિરૂપ સામાયિક પ્રાપ્ત કરવા માટે બાહ્ય સાધના અનિવાર્ય છે. નિશ્ચય સામાયિક સાધ્ય છે, વ્યવહાર સામાયિક સાધન છે.
ક્રમશ: અભ્યાસ દ્વારા બાહ્ય સાધના વડે વ્યવહાર સામાયિકના વારંવારના સેવનથી આત્માની સ્વાભાવિક સ્થિતિરૂપ સામાયિક પ્રગટે છે.
વ્યવહાર નયની દૃષ્ટિએ આત્માની સ્વાભાવિક સ્થિતિ પ્રત્યે લઈ જનારા સર્વ સાધનો, ક્રિયાઓ કે અનુષ્ઠાનો એ “સામાયિક” છે.
જો આપણે સામાયિકધર્મનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવું હશે, તો સામાયિક સંબંધી અનેક સૂક્ષ્મ તત્ત્વોની વિચારણા કરવી પડશે.
જો આપણે રસાધિરાજ શાંતરસ સિદ્ધ કરવો હશે, તો સામાયિયોગનું પરિપૂર્ણ અવલંબન લેવું પડશે. આત્માનું ગૂઢ અને પરમ રહસ્ય
જેમ સૂર્યની પ્રભા અંધકારનો નાશ કરે છે, તેમ કોટી કોટી જન્મો વડે બાંધેલા કર્મોનો આ શાંતરસ વડે નાશ થઈ જાય છે.
જ્ઞાનનું ફળ પણ સમતા જ છે. જો સમતા ન હોય તો કદાગ્રહ વડે જ્ઞાન મિથ્યા બને છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જ્યાં સમતા ન હોય ત્યાં ચારિત્ર પણ ન હોય.
ઉપાય સમલૈવૈ, મુરજોઃ મિ .
तत्तत्पुरुदर्भदेन, तस्या एव प्रसिद्धये ॥१॥' મુક્તિનો ઉપાય માત્ર એક સમતા જ છે અને તે સિવાયની બીજી સર્વ ક્રિયાઓ તે તે પુરુષના ભેદે કરીને તે સમતાની જ સિદ્ધિ માટે છે.
આ રસાધિરાજ શાંતરસ એ આત્માનું ગૂઢ તત્ત્વ છે અને પરમ રહસ્ય છે.
સામાયિયોગ વડે આ રસની સિદ્ધિ થાય છે. તેથી આ સમતાયોગ સર્વ યોગો કરતા ઉત્કૃષ્ટ યોગરૂપ છે.
જેઓ અન્યલિંગે સિદ્ધ થયા છે, તેમને સિદ્ધપણું પામવામાં એક સમતા જ
૪૧૨• ધર્મ અનુપક્ષા