Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

View full book text
Previous | Next

Page 427
________________ 'संत्यज्य समतामेकां, स्याद्यत्कष्टमनुष्ठितम् । तदीप्सितकरं नैव, बीजमुप्तमिवोषरे ॥१॥' મોક્ષને સાધનારી સમતાને છોડીને જે જે કષ્ટકારી ક્રિયાઓ કરી હોય, તે ઉપર ભૂમિમાં વાવેલ બીજની જેમ વાંછિત ફળને આપનારી થતી નથી. સામાયિકધર્મની સાધના આત્માના વાસ્તવિક સમતારસને સિદ્ધ કરવાનો પરિપૂર્ણ પ્રયોગ છે. પૂજ્ય શ્રીયશોવિજયજી મહારાજ ફરમાવે છે કે_ 'किं स्तुमः समतां साधो, या स्वार्थप्रगुणीकृता । वैराणि नित्यवैराणामपि, हन्त्युपतस्थुषाम् ॥१॥' હે સાધુ ! અમે સમતાની કેટલી સ્તુતિ કરીએ ? કે જે સમતા આત્માને અર્થે સજ્જ કરવાથી પાસે રહેલા નિત્યવિરોધી જીવોના વૈરનો પણ નાશ કરે છે. ' ' સમતાપૂર્વક જ્ઞાન, ધ્યાન, ભાવના, સંયમ અને તપને વિષે સજજ થયેલા યોગી પુરુષની સમીપ રહેલા સિંહ અને મૃગ, બિલાડી અને હંસ, મોર અને સર્પનું જાતિ વૈર પણ નાશ પામે છે. આ રસાધિરાજ શાંતરસ અન્ય પ્રાણીઓના વૈરને પણ સમાવી દે છે. સમતા વિના દાન, તપ, સ્વાધ્યાય સાર્થક થતા નથી. किं दानेन तपोभिर्वा, यमैश्च नियमैश्च किम् । I hવ સમતા સેવ્યા, કારી સંસારવારથી II દાન વડે તથા તપ વડે કરીને શું? તથા યમ અને નિયમે કરીને પણ શું? માત્ર સંસારરૂપી સમુદ્રને વિષે વહાણ સમાન એક સમતાનું જ સેવન કરવું. સામાયિકધર્મની સમતાનું સ્વરૂપ આધ્યાત્મિક છે. સર્વોત્કૃષ્ટ કોટિનું છે. સામાયિકધર્મની સમતા સામાન્ય જીવન વ્યવહારમાં ઉચ્ચતા પ્રગટાવે છે, પરંતુ તેથી તેમાં ઘણું વિશેષ છે. આ સમતામાં એવું તે શું છે ? એમ કહી કોઈ તેની ઉપેક્ષા ન કરે. આ સમતા સાધકને આધ્યાત્મિક ક્ષેત્રની ઉચ્ચ-ઉચ્ચતર ભૂમિકાઓ ઉપર લઈ જાય છે. ઉપશમ સાર છે પ્રવચને આ રસાધિરાજ શાંતરસ દ્વારા આત્મા નિરપેક્ષ સુખ અને શાંતિ અનુભવે છે. 'स्वर्गसुखानि परोक्षाणयत्यन्तपरोक्षमेव मोक्षसुखम् । प्रत्यक्षं प्रशमसुखं न परवशं न च व्ययप्राप्तम् ॥१॥' । ૪૧૦ • ધર્મ અનુપેક્ષા

Loading...

Page Navigation
1 ... 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442