Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 426
________________ દુઃખનું મૂળ મમતા છે, સુખનું મૂળ સમતા છે. આ રસાધિરાજ શાંતરસને જાણવો, ઓળખવો પણ દુર્લભ છે. નાન્તિ મવિના: સંજ્ઞા, अर्थं नराः केऽपि च केऽपि धर्मम् । जैनं च केचिद्, गुरुदेवशुद्धं, केचित् शिवं केऽपि च केऽपि साम्यम् ॥१॥ સર્વ સંજ્ઞાવાળા પ્રાણીઓ કામને જાણે છે, તેમાંથી કેટલાક અર્થ (ધનપ્રાપ્તિ)ને જાણે છે. તેમાંથી પણ કેટલાક જ ધર્મને જાણે છે. તેમાંથી થોડા જૈનધર્મને જાણે છે. તેથીય થોડા શુદ્ધ દેવ-ગુરુયુક્ત જૈનધર્મને જાણે છે. તેમાં પણ બહુ થોડા પ્રાણી મોક્ષને ઓળખે છે અને તેથી પણ બહુ થોડા સમતાને, સમત્વને રસાધિરાજ શાંતરસને જાણે છે. રસસિદ્ધિનો પ્રયોગ : - ચિત્ત ચંચળ છે, રાગ-દ્વેષ વડે અસમત્વના ભાવથી ભરેલું છે. ચિત્તની અસમાધિનો સર્વને અનુભવ છે. સામાયિકધર્મ સમજણપૂર્વકની ચિત્તની સમતુલા કેળવે છે. સામાયિકધર્મ સમ્પક્સમાધિ પ્રગટાવે છે. સામાયિકધર્મથી પ્રાપ્ત થતી સમાધિ સાધક અહીં જ અનુભવે છે. પૂજ્ય શ્રીઉમાસ્વાતિ વાચકપર કહે છે : 'नैवास्ति राजराज्यस्य, तत्सुखं नैव देवराजस्य । यत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ॥१॥' લોકવ્યાપારથી રહિત એવા સાધુને આ લોકમાં જે સુખ છે, તે સુખ ચક્રવર્તીને અને ઇન્દ્રને પણ નથી. સમતા એટલે માત્ર ચિત્તની શાંત સ્થિતિ એટલું જ નહિ, સમતોમાં એથી ઘણું વિશેષ છે. - સમતા નિષ્ક્રિય નથી, સંપૂર્ણપણે સક્રિય છે. રસાધિરાજ શાંતરસ શાસ્ત્રનો સાર છે. ધર્મની પ્રત્યેક ક્રિયા સમતાપૂર્વક કરવાની છે. મૈત્રીઆદિ ભાવનાઓ પણ સમતાપૂર્વક સેવવાની છે. “સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુણ્ય કામ, છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ.” ધર્મ અનુપ્રેક્ષા • ૪૦૯

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442