________________
અંતરમાં જાગતા દુર્ભાવોને રોકવા, વિષય-કષાયોથી બચવું એ જરૂરી છે અને તેનું સાધન પણ સમતા છે.
આ સમત્વભાવને પ્રગટાવવા માટે, ટકાવી રાખવા માટે, વધારવા માટેનું એક સાધન પરમ ઉપકારી શ્રીતીર્થંકર ભગવંતો ઉપરની ભક્તિ છે. ભક્તિરૂપી શ્રેષ્ઠ ભાવ ઉત્પન્ન થતાં જગતના સર્વ પદાર્થો ઉપરનો રાગ ક્ષય પામે છે.
જેમ જેમ વિષયો ઉપર વિરાગ થશે તેમ તેમ શ્રીપંચપરમેષ્ઠિ ઉપર, શ્રીતીર્થંકર ભગવંતો ઉપર, આત્માના સહજ સ્વરૂપ ઉપર અનુરાગ થતો જશે.
જેમ જેમ શ્રીપંચપરમેષ્ઠિ ઉ૫૨, શ્રીતીર્થંકર ભગવંતો ઉપર, આત્માના શુદ્ધ સ્વરૂપ ઉપર અનુરાગ થતો જશે, તેમ તેમ વિષયો પ્રત્યે વિરાગ થતો જશે.
આપણામાં રહેલા અનાદિકાળના અસમત્વભાવને દૂર કરવા માટે જેમણે સમત્વ સંપૂર્ણપણે પ્રગટાવ્યું છે, તેમનું શરણ, તેમની ભક્તિ, તેમની પ્રત્યેનો પ્રશસ્ત રાગ અત્યંત સહાયક છે.
સમતાની પ્રાપ્તિ માટે કર્મસત્તા અને તેના વિપાકનું ચિંતન અગત્યનું છે, તેમ ધર્મ સત્તા અને તેના માહાત્મ્યનું ચિંતન પણ અગત્યનું છે. વળી સમતાની પ્રાપ્તિ માટે જેમ સ્વસ્વરૂપનું ચિંતન અગત્યનું છે, તેમ ષડદ્રવ્યનું ચિંતન પણ અગત્યનું છે.
ચિંતન વડે સમત્વભાવ કેળવવાનો છે, સમતા પ્રગટાવવાની છે. આ રીતે પ્રાપ્ત થતી સામાયિકની સાધના આત્માના અનંત સામર્થ્યને ઉઘાડે છે.
પૂ. શ્રીહેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું છે,
‘ર્મ નીવ ચ મસ્તિષ્ટ, પરિજ્ઞાતાત્મનિશ્ચયઃ । विभिन्नीकुरुते साधुः, सामायिकशलाकया ॥१॥' रागादिध्वान्तविध्वंस, कृते सामायिकांशुना । स्वस्मिन् स्वरूपे पश्यन्ति योगिनः परमात्मनः ॥२॥
પરસ્પર એકમેક થયેલા જીવ અને કર્મને, આત્માનો નિશ્ચય જેણે કર્યો છે, એવો સાધુ સામાયિકરૂપી શલાકા વડે બંનેને જુદા પાડે છે.
સામાયિકરૂપી સૂર્ય વડે રાગાદિ અંધકાર નાશ પામે છતે યોગી પુરુષો પોતાના આત્મામાં પરમાત્માના સ્વરૂપને જુએ છે.
એક અપેક્ષાએ વિચાર કરતાં સામાયિકનું મૂળ સમ્યગ્દર્શન છે અને સામાયિકનું ફળ સમ્યક્ચારિત્ર છે.
ધર્મ અનુપ્રેક્ષા • ૪૦૭
.