Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

View full book text
Previous | Next

Page 422
________________ પ્રાથમિક અવસ્થામાં “સર્વ જીવોનો હું મિત્ર છું અને મારે કોઈ સાથે શત્રુતા નથી, મારો કોઈ અપરાધી નથી.” આ ભાવપૂર્વક સહનશીલતા કેળવવી પડશે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થની ભાવનાઓનું સેવન આત્માના સામર્થ્યને પ્રગટાવનારી સાધનાનું બીજ છે. અન્યના અપરાધને સહવાની શક્તિ નહિ કેળવાય ત્યાં સુધી સમતા નહિ પ્રગટે અને સમતા વિના આત્માનો વાસ્તવિક સમત્વભાવ કેવો ? વિશ્વના સર્વ જીવો સાથેના મૈત્રીભાવને કેળવવા માટે સર્વ પ્રથમ સહનશીલતા કેળવવી પડશે. સત્તરમી સદીની એક કથા છે : સમસ્ત જાપાનમાં મંત્રી ઓ-ચી-સાનના પરિવારની સહૃદયતા પ્રખ્યાત હતી. મંત્રીનો પરિવાર ઘણો મોટો હતો. આશરે એક હજાર કુટુંબીઓ વચ્ચે એકતાનો અતૂટ સંબંધ જળવાઈ રહ્યો હતો. સર્વ સાથે રહેતા અને સાથે ભોજન કરતા. આ પરિવારથી કલહ સદાય દૂર રહેતો. કોઈ ક્યારેય ઝઘડતું નહિ. મંત્રીના પરિવાર માટે કંઈ કંઈ વાતો લોકોમાં પ્રચલિત હતી. આવી દંતકથાઓની સત્યતા જાણવા એકવાર જાપાનના સમ્રાટ યામાતો પોતે જાતે વૃદ્ધ મંત્રીને ઘેર આવ્યા. | સ્વાગત થઈ રહ્યા પછી સમ્રાટે પૂછ્યું : “મહાશય ! તમારા પરિવારમાં ઐક્ય તથા મિલનસારપણા માટે મેં ઘણી વાતો સાંભળી છે. આપ મને કહેશો કે કઈ રીતે એક હજારથી અધિક કુટુંબીઓ વચ્ચે આવો ઉચ્ચ સૌહાર્દભર્યો સ્નેહસંબંધ રહ્યો છે ? મંત્રી -ચો-સાન ઘણા વૃદ્ધ હતા. વધુ સમય સુધી તે વાત કરી શકતા નહિ. પોતાના પૌત્રને સંકેત કરી તેમણે કાગળ-કલમ મંગાવ્યા. કંપતા હાથે મંત્રીએ કેટલીયે વાર સુધી કંઈ લખ્યા કર્યું. કાગળ સમ્રાટ યામાતોને આપ્યો. આતુરતાથી સમ્રાટે કાગળ ઉપર દૃષ્ટિ નાંખી અને આશ્ચર્યથી અવાક્ થઈ ગયા. મંત્રીએ એક જ શબ્દ કાગળ ઉપર સો વાર લખ્યો હતો : સહનશીલતા સમ્રાટને આ રીતે ચકિત અને આવક થયેલા જોઈ કંપતા અવાજે વૃદ્ધ રાજમંત્રી બોલ્યા : . “મહારાજ ! મારા પરિવારના સૌહાર્દનું રહસ્ય આ એક જ શબ્દમાં સમાયેલું છે. ધર્મ અનુપ્રેક્ષા • ૪૦૫

Loading...

Page Navigation
1 ... 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442