________________
સહનશીલતાનો આ મહામંત્ર અમારા પરિવાર વચ્ચે એકતાના દોરૂપે રહ્યો છે. આ મહામંત્ર જેટલો અધિક ઘૂંટાય તેટલો ઓછો છે.''
સહનશીલતા અને સમત્વભાવ
કુટુંબના કે સમાજના ઐક્ય મટે સહનશીલતા એ મહામંત્ર છે.
માનવીએ પોતાનામાં માનવતા વિકાસવવા માટે, માર્ગાનુસા૨ી બનવા માટે સહનશીલતાને મહામંત્ર બનાવવો જોઈએ.
આવશે.
સામાયિકધર્મની સાધના માટે સહનશીલતા એ મહામંત્ર છે.
આ સહનશીલતા પ્રસન્ન ચિત્તે કેળવવાની છે.
ઉપસર્ગો અને પરિષહો પ્રસન્નચિત્તે સહવાના છે.
જે કંઈ સહન કરો તે બબડાટ કરતા ગુલામ માફક નહિ, ક્ષુદ્ર જંતુ માફક નહિ, મહાન વીરની માફક સહન કરો. ઉદાર ચિત્તે સહન કરો. સાત્વિક પ્રસન્નતાપૂર્વક સહન કરો.
જ્યાં સહનશીલતા નિર્બળનું શસ્ત્ર હશે, ત્યાં સમતા નહિ પ્રગટે.
જ્યાં સહનશીલતા સબળનું શસ્ર બનશે ત્યાં સમતાનો અમૃતરસ પ્રગટશે. સહનશીલતા એક માત્ર સાધન છે. વિચારપૂર્વકની સહનશીલતાથી સમભાવ
સમભાવની પ્રાપ્તિ એટલે સામાયિક.
સામાયિક એ આત્માનો જ સ્વાભાવિક ગુણ છે.
કર્મબંધ થવાનું કારણ મમત્વભાવ છે. મમત્વભાવથી અસહિષ્ણુતા છે. સહિષ્ણુતાથી સમત્વભાવ આવે છે. સમત્વભાવ વડે મમત્વભાવનો મૂળથી નાશ થાય છે અને સમત્વભાવ વડે જ સર્વ કર્મોનો ક્ષય થાય છે.
અસમત્વથી ભવનું ભ્રમણ છે. ભવભ્રમણથી મુક્ત થવા માટે સમત્વભાવ કેળવવાનો છે. સામાયિકની સાધના સમત્વભાવ કેળવવા માટે છે. માનવભવ સામાયિકની શ્રેષ્ઠ સાધના કેળવવા માટે જ પ્રાપ્ત થયો છે.
સામાયિકરૂપી શલાકા
સુખ-દુઃખમાં, લાભ-હાનિમાં અનુકુળ-પ્રતિકૂળ સંયોગોમાં સમતાભાવ રાખવા માટે કર્મવિપાકનું ચિંતન અગત્યનું છે, કર્મના વિપાકની હૃદયસ્પર્શી સમજણ વડે. આ સમત્વભાવ ટકી રહે છે.
૪૦૬ ૦ ધર્મ અનુપ્રેક્ષા