Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 425
________________ રસાધિરાજ શાંતરસ સામાયિક એટલે જીવનમાં રસાધિરાજ શાંતરસને પ્રગટાવનારી મંથન ક્રિયા. આ રસાધિરાજ શાંતરસ સુશાસ્ત્રસમુદ્રના મંથનમાંથી પ્રાપ્ત અમૃતરસ સમાન છે. સર્વ રસોમાં સારભૂત છે. આલોક અને પરલોક સંબંધી અનંત આનંદ સમૂહની પ્રાપ્તિનું સાધન છે. સામાયિકધર્મની પ્રક્રિયા વડે સુગમતાથી રસાધિરાજ શાંતરસ પ્રગટે છે. આ શાંતરસ વડે જીવત્વની ધાતુમાંથી આત્મત્વનું સુવર્ણ બને છે અને પરમાત્મતત્ત્વનું પારસ પ્રગટે છે. તેથી સામાયિકયોગ એ શાંતરસને પ્રગટાવનારો મહાયોગ છે. આ શાંતરસ પ્રગટ થતાં આત્મસુખ અનુભવાય છે. સમતા પરિપથતિષયપ્રદચતા ! यया विशदयोगानां, वासीचन्दन तुल्यता ॥१॥ સમતાનો પરિપાક થવાથી વિષયોને વિષે આગ્રહનો અભાવ થાય છે અને તેથી કરીને નિર્મળ યોગવાળા યોગીઓને કુહાડાના પ્રહારમાં તથા ચંદનની પૂજામાં તુલ્યતા અનુભવાય છે. આ રસાધિરાજ શાંતરસના સેવનથી ચક્ષુમાં રહેલું કામવિકારરૂપી વિષે શોષણ પામે છે, નિર્વિકાર દૃષ્ટિ પ્રાપ્ત થાય છે, કામ વિકારનો અભાવ થાય છે, ક્રોધરૂપી તાપ ક્ષય પામે છે અને અવિનયરૂપી મળનો નાશ થાય છે. પૂજય શ્રી મુનિસુંદરસૂરિજી મહારાજશ્રી અધ્યાત્મ કલ્પદ્રુમમાં ફરમાવે છે કે'सर्वमंगलनिधौ हदि यस्मिन्, संगते निरुपमं सुखमेति । मुक्तिशर्म च वशीभवति द्राक्, तं बुधा भजत शांतरसंद्रम् ॥१॥' સર્વ માંગલિકનો નિધાન એવો શાંતરસ જેના હૃદયમાં પ્રાપ્ત થાય છે, તે અનુપમ સુખ પામે છે અને મોક્ષનું સુખ તેને તરત જ વશ થાય છે. હે પંડિતો ! આવા શાંતરસને તમે સેવો. આ શાંતરસ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા (Process) સામાયિકધર્મ સમજાવે છે. જે કર્મો ક્રોડો જન્મ સુધી તીવ્ર તપસ્યા કરવા છતાં પણ તોડી શકાય નહિ, તે કર્મો આ ઉત્કૃષ્ટ શાંતરસ, સમતાને અવલંબવાથી ક્ષણ માત્રમાં નાશ પામે છે. ૪૦૮ • ધર્મ અનપેક્ષા

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442