Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 421
________________ સામાયિક મોક્ષ પ્રાપ્તિનું મુખ્ય અંગ છે. જ્યાં સુધી હૃદયમાં સમત્વભાવ નહિ પ્રગટે ત્યાં સુધી પરમ આત્મશુદ્ધિ પ્રાપ્ત નહિ થાય. અહંકાર અને મમકારનું ઝેર સમતા પ્રાપ્ત કરવા માટે અત્યંત અનર્થકારી મમતાનો ત્યાગ કરવો પડશે. અહંતા અને મમતા વડે જ આત્માની સર્વ શક્તિઓ દબાયેલી છે. અહંકારભાવ નવકાર વડે દૂર થશે અને મમકારભાવ સામાયિક વડે દૂર થશે. ‘વિષઃ વિપરિત્યજ્ઞાતિ મમતા ય ા. त्यागात् कञ्चकमात्रस्य भुजंगो न हि निर्विषः ॥१॥' જો હૃદયમાં મમતા જાગૃત હોય તો વિષયોનો ત્યાગ કરવાથી શું ફળ? કેમકે માત્ર કાંચળીનો ત્યાગ કરવાથી સર્પ વિષરહિત થતો નથી. મહાકષ્ટથી પ્રાપ્ત થયેલા સર્વ ગુણો મમતા વડે નાશ પામે છે.' શાસ્ત્રકાર જન્મથી અંધ જીવ અને મમતાથી અંધ જીવ વચ્ચેનો તફાવત નીચે મુજબ દર્શાવે છે : “મમતાન્યો દિ યજ્ઞાતિ, તત્પશ્યતિ ન પતિ : जात्यन्धस्तु यदस्त्येतभ्देद इत्यनयोर्महान् ॥१॥" મમતાથી અંધ થયેલો પ્રાણી જે વસ્તુ હોતી નથી તેને જુએ છે અને જન્મથી અંધ પ્રાણી જે વસ્તુ વિદ્યમાન છે તેને જોતો નથી. એ પ્રમાણે એ બન્નેમાં મોટો તફાવત છે. આ મમતા અધ્યાત્મનો નાશ કરનારી છે. શાસ્ત્રો ફરમાવે છે કે મુમુક્ષુએ યોગને-મુનિવેષને ધારણ કર્યો, પરંતુ જો મમતાનું નિરાકરણ કર્યું નહિ. તથા સર્વ જીવોને વિષે મમતાનો આદર કર્યો નહિ અને જીવાદિક તત્ત્વને જાણવાની ઇચ્છા કરી નહી, તેનો આ જન્મ નિરર્થક ગયો એમ જાણવું. જિજ્ઞાસા તથા વિવેક એટલે તત્ત્વ-અતત્ત્વનો યથાર્થ વિચાર એ બે મમતાનો નાશ કરનારા છે, તેથી સામાયિકધર્મના સાધકે જિજ્ઞાસા અને વિવેક વડે મમતાને દૂર કરવી. જેમ જેમ મમતા ઓછી થતી જશે, તેમ તેમ સમતા પ્રગટ થશે. જેમ સ્ફટિકમણિમાંથી મેલ દૂર થાય છે ત્યારે તેનો નિર્મલતાનો ગુણ સ્વતઃ પ્રકાશે છે. સહનશીલતાનો મહામંત્ર ક્ષમા, નમ્રતા, સહિષ્ણુતા સમત્વને કેળવવા માટે છે. ૪૦૪ • ધર્મ અનુપ્રેક્ષા

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442