________________
સમતા સર્વ અનિષ્ટોને હરનારી અને ઇષ્ટને સંપાદન કરાવનારી છે.
ના નરા, મોક્ષમાર્ણ રીપિI I
समता गुणरत्नानां, संग्रहे रोहणावनिः ॥१॥' સમતા એ નરકમાં પ્રવેશ કરતા જીવોને રોકનારી અર્ગળા સમાન છે તથા મોક્ષમાર્ગનો પ્રકાશ કરવામાં દીપમાળારૂપ છે. ગુણરૂપી રત્નોનો સંગ્રહ કરવામાં સમતા રોહણાચળ પર્વત સમાન છે.
“મોદી છીનનેત્રામભિરુપમસ્થિતીમ્ | - વિવ્યાનશતાવેવ, સમતા તોષનાશવૃત્ રા'
મોહ વડે જેમના નેત્રો આચ્છાદિત થયેલાં છે અને તેથી જેઓ આત્મસ્વરૂપને જોઈ શકતા નથી, તેમને માટે સમતા એ અજ્ઞાનનો નાશ કરનારી દિવ્ય અંજનની શલાકા જેવી છે. સમત્વનો પરિપાક
સામાયિકધર્મનું વિજ્ઞાન એ આત્માના વાસ્તવિક સમત્વભાવનું વિજ્ઞાન છે.
આપણને આત્માના અસમત્વભાવનો પરિચય છે. કર્મો વડે આત્માની અચિંત્ય શક્તિઓ આવરાયેલી છે.
અર્વાચીન વિજ્ઞાનવેત્તાઓ કહે છે કે પાણીના એક ટીંપાના અણુઓને તોડીને જો તેનો ઉપયોગ કરવામાં આવે તો આખા ન્યુયોર્કને એક વર્ષ સુધી વિદ્યુતશક્તિ મળી રહે. - આત્માના એક એક પ્રદેશમાં અનંત ગુણો રહેલા છે. આત્માની શક્તિ અચિંત્ય છે. સામાયિકધર્મનું વિજ્ઞાન એ આત્મા ઉપર કર્મના લાગેલા પડલો દૂર કરવાનું જ્ઞાન મેળવવા માટેનું વિજ્ઞાન છે.
આ વિજ્ઞાન કંઈ સામાન્ય વિજ્ઞાન નથી, પરંતુ અધ્યાત્મનું મહાવિજ્ઞાન છે. આ વિજ્ઞાન વડે જ આત્માના વાસ્તવિક સમત્વભાવનો પરિચય થાય છે.
સામાયિક વડે જ સમત્વ પ્રગટે છે, પુષ્ટ થાય છે અને તેના પરમ પરિપાકને પામે છે. સામાયિક વડે અશુભ કર્મોનો નાશ થાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટે છે.
સાફિયવ -જુરો, નાવ મને રોફ નિયમ-સંગુત્તો !
छिन्नइ असुहं कम्मं, सामाइय जत्तिया वारा ॥१॥' સામાયિકવ્રતધારી જ્યાં સુધી અને જેટલીવાર મનમાં નિયમ રાખીને સામાયિક કરે છે, ત્યાં સુધી અને તેટલીવાર તે અશુભ કર્મનો નાશ કરે છે.
ધર્મ અનુપ્રેક્ષા • ૪૦૩