________________
સામાયિક ધર્મનો પાયો
સામાયિક ધર્મ ઇંદ્રિયોના વિકારોને તથા મનોવૃત્તિઓની મલિનતાને ટાળવાનો સરળ માર્ગ દર્શાવે છે. તેથી વિશ્વવ્યાપક વિશાળતા આત્મામાં પ્રગટે છે. સ્વાર્થનું સંકુચિતપણું દૂર થઈ સર્વ સાથેનો આત્મીય ભાવ આવે છે.
પ્રત્યેક જીવમાં સ્વસંરક્ષણ વૃત્તિ અનાદિકાળથી હોય છે. આ સ્વસંરક્ષણ વૃત્તિને સર્વસંરક્ષણ વૃત્તિમાં બદલવાનો પ્રયોગ સામાયિક છે.
આ સ્વરક્ષણ વૃત્તિ સર્વપ્રથમ માત્ર પોતાના દેહની રક્ષા, સુખ, ભોગવિલાસ સુધી પહોંચે છે. ત્યાર પછી પોતાના પરિવારનું સુખદુઃખ તેને સ્પર્શે છે.
સામાયિકનો આદર્શ આપણને દર્શાવે છે કે સ્વરક્ષણની આ વૃત્તિ માત્ર પોતાના દેહ સુધી કે પરિવાર સુધી સીમિત ન હોવી જોઈએ. જગતના સર્વ જીવોનું રક્ષણ એ જ માનવ જીવનનો હેતુ છે.
પ્રાણીમાત્રને આત્મવત્ સમજી તે અનુસાર જીવન જીવવું એટલે સામાયિક. સામાયિકધર્મ દર્શાવે છે કે આ આદર્શ કાલ્પનિક નથી, જીવનના વ્યવહારમાં શક્ય છે. સુખ, શાંતિ અને આનંદ માત્ર આ માર્ગે જ પ્રગટશે.
જ્યાં સુધી માત્ર સ્વરક્ષણ વૃત્તિ છે, ત્યાં સુધી સ્વશુદ્ધિ નહિ થાય, પોતાના આત્માની અશુદ્ધિઓ દૂર નહિ થાય. અશુદ્ધિઓ દૂર થયા વિના, સ્વશુદ્ધિ કર્યા વિના સર્વ સાથેનો સંબંધ કઈ રીતે જોડાશે ?
સ્વશુદ્ધિ તથા સર્વ સાથેનો સંબંધ બન્ને એકબીજાના પૂરક છે.
દુર્ભાવોની મલિનતા ટાળ્યા વિના આત્મામાં સર્વને સમાવવાની વિશાળતા ક્યાંથી આવશે ? આત્માને વિશાળ બનાવ્યા વિના દુર્ભાવો કઈ રીતે ટળશે ?
મનુષ્યને વિશ્વદૃષ્ટિ પ્રાપ્ત થઈ શકે છે તેથી મનુષ્યની એ ફરજ છે કે જગતના સર્વ જીવોની રક્ષામાં એ રસ લે. જીવમાત્ર પ્રત્યેની અનુકંપા, સર્વ જીવોના હિતનો ભાવ મનુષ્યમાં હોવો જોઈએ, કારણ કે મનુષ્ય સ્વાર્થ કરતા ઊંચી દષ્ટિથી સારાસારનો વિવેક કરી શકે છે.
સર્વ જીવોના હિતનો ભાવ એ મનુષ્યનો અસાધારણ ધર્મ છે. મનુષ્યના મનુષ્યત્વમાંથી આ ધર્મ પ્રગટે છે. પરંતુ દુઃખદ છે કે મનુષ્યને તેના આ અસાધારણ ધર્મનું દર્શન થયું નથી.
પોતાના દેહ માટે, ઘર માટે, પરિવાર માટે જેમ સર્વ બુદ્ધિ, શક્તિ, ચિંતન, ધર્મ અનુપ્રેક્ષા ૦ ૩૯૭