Book Title: Dharm Anupreksha
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

View full book text
Previous | Next

Page 412
________________ તે સામાયિક વ્રત છે. અહીં સમતા વિધાયક છે, સંયમ નિષેધક છે. શુભભાવના વિધાયક છે, અશુભ ધ્યાનનો ત્યાગ નિષેધક છે. સામાયિકના લક્ષણો સામાયિકનાં આ ચાર લક્ષણો ઘણા મહત્વનાં છે. આર્ત તથા રૌદ્રધ્યાનનો ત્યાગ કરવાથી મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યથ્ય વગેરે શુભ ભાવનાઓ સુગમ બને છે. જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી, આદિ ભાવો હૃદયમાં પ્રગટ્યા પછી જ પજીવનિકાયની રક્ષા અને પાંચ ઇન્દ્રિયો તથા મનના વિકારોને વશ કરવા સુલભ છે. શુભભાવના અને સંયમ જેનામાં છે, તેનામાં સમતા પ્રગટે છે. સમતા એટલે મનની સ્થિરતા, રાગદ્વેષનો નિગ્રહ. સમતા આત્માનું સ્વરૂપ છે. વિષમતા કર્મોનું સ્વરૂપ છે. સમતા એટલે રાગદ્વેષાદિ વિષમ ભાવોને દૂર કરી સ્વરૂપમાં રમણતા. જેમ પુષ્પનો સાર સુગંધ છે, દૂધનો સાર ઘી છે, તલનો સાર તેલ છે, તેમ જિનપ્રવચનનો સાર સમતા છે. યં કમાવઃ પરમ: સમસ્વસ્થ પ્રયતામ્ | ત્યાપિન: ક્ષતાપિ પરમિવૃતિ શાશ્વતમ્ ” સમતાનો આ પરમ પ્રભાવ છે કે જેનાથી પાપી આત્મા પણ એક ક્ષણવારમાં શાશ્વત પદને પ્રાપ્ત કરે છે. સમતા એ સામાયિકનો પ્રાણ છે. તપ, જપ અને ચારિત્રને જીવંત બનાવનાર સમતા છે. "किं तिव्वेण तवेण किं च जवेण किं च चरित्तेणं । સમયાવિ મુવલ્લો ફુમો વાવિ દુહો ” –શ્રીભગવતી સૂત્ર ગમે તેવું તીવ્ર તપ કરાય, જપ થાય અને ચારિત્ર લેવામાં આવે, પરંતુ સમતા - વિના કોઈનો મોક્ષ થયો નથી, થતો નથી થશે નહિ. સર્વ પ્રકારની વિષમતાઓ દૂર કરવા માટે સમતા એક પ્રબળ શસ્ત્ર છે. સામાયિક જીવનમાં સમત્વ પ્રગટ કરવાનો મહાપ્રયોગ છે. સમતા એટલે બાહ્ય અને આંતર સમભાવ (Outer Poise and Inner Harmony). ધર્મ અનુપ્રેક્ષા • ૩૫

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442