________________
સર્વ પ્રાણીઓને પોતાના આત્માની જેમ જુએ અને વર્તે, તે સામયિકના પરિણામ છે.
“સખ્ય શબ્દાર્થ સમદ્ધિઃ સયન વર્તનમ્ સમયઃ સ વ સામયિમ્ ” શ્રેષ્ઠ આચરણ એટલે સામાયિક. મોક્ષનો નિરૂપમ ઉપાય સામાયિક છે.
सामायिकं गुणानामाधारः खमिव सर्वभावानाम् । न हि सामायिकहीना चरणागिगुणान्विता येन ॥
तस्माज्जगाद भगवान् सामायिकमेव निरुपमोपायम् । * શારીરમારસાનેવ-યુદ્ધનાથી મોક્ષ છે
આકાશ જેમ સર્વભાવોનો આધાર છે, તેમ સામાયિક સર્વ ગુણોનો આધાર છે. સામાયિકથી રહિત એવા જીવો ચારિત્રાદિ ગુણોથી સંપન્ન થઈ શકતા નથી. - તે કારણે શારીરિક અને માનસિક અનેક દુઃખોના નાશરૂપ મોક્ષનો નિરૂપમ ઉપાય ભગવાને એક સામાયિકને જ કહ્યો છે. આત્મસમદર્શિત
સામાયિક ધર્મ એટલે અહિંસા ધર્મ.
સામાયિક ધર્મમાં આત્મૌપમ્યની દૃષ્ટિ છે, તેથી જીવનમાં અહિંસાના આચાર માટે સામાયિક વ્રતની પ્રતિજ્ઞા અનિવાર્ય છે.
“માત્મનઃ પ્રતિવૃનિ પરેષાં ન સમારે ” પોતાને પ્રતિકૂળ વસ્તુઓ બીજા પ્રત્યે ન આચરવી. શાસ્ત્રમાં કહ્યું છે કે, "सव्वेपाणा पियाउया, सुहसाया, दुक्खपडिकूला । अजियवहा, पियजीविणो, जीविउकामा, सव्वेसिं जीवियं पियं ॥"
- શ્રીઆચારાંગ સૂત્ર. સર્વ જીવોને પોતપોતાનું આયુષ્ય પ્રિય છે, સુખ અનુકૂલ છે, દુઃખ પ્રતિકૂલ છે. વધ સર્વને અપ્રિય છે, જીવવું સર્વને પ્રિય છે, સર્વ જીવો લાંબુ જીવવાની કામના કરે છે, સર્વને જીવન પ્રિય લાગે છે.
સર્વ પ્રાણીઓ આત્મતુલ્ય છે, એ સાધનાનો સક્રિય અભ્યાસ, એ સામાયિક છે. સામાયિક ધર્મ આત્મૌપજ્યદષ્ટિને પરિપૂર્ણપણે ખીલવે છે. સુખ-દુઃખની વૃત્તિ, પ્રિય અપ્રિયની વૃત્તિ સર્વ જીવોમાં છે. તેથી સામાયિક ધર્મ
ધર્મ અનુપ્રેક્ષા • ૩૯૩