________________
પ્રેમ વગેરેનો ઉપયોગ થાય છે, તેમ જીવ માત્રની દયા માટે થાય તો સામાયિકધર્મનું આરાધન થયું ગણાય. માત્ર પોતાના જ સુખની ચિંતા
આપણું પોતાનું હિત વિશ્વના હિત સાથે સંકળાયેલું છે. અનાદિ ભવભ્રમણમાં સર્વ જીવો સાથે સર્વ પ્રકારના સંબંધો કર્યા છે, પણ ધર્મ સંબંધ કર્યો નથી. સદાય સ્વરક્ષણની વૃત્તિ રાખી છે. કયારેય સર્વરક્ષણની વૃત્તિ કેળવી નથી. “માત્ર હું સુખી થાઉં” એવી કનિષ્ટ ઇચ્છા કરી છે. “જગતના સર્વ જીવો સુખી થાઓ” એવો ભાવ કર્યો નથી.
સર્વ સાથેના અધર્મ સંબંધના કારણે ભવભ્રમણ થયું છે. અધર્મ સંબંધ એટલે પરસ્પરને પીડાકારક, અહિતકારક, અસુખકારક સંબંધ.
ક્યારેય સમત્વભાવ કેળવ્યો નથી, જીવનમાં સામાયિક આવ્યું નથી. એકબીજાને પીડા આપીને જીવ્યા છીએ. સુખ આપનાર પ્રત્યે પણ કૃતજ્ઞતાનો ભાવ દર્શાવ્યો નથી. દુઃખ આપ્યા પછી પણ ક્ષમા માંગી નથી. દુઃખ આપનારને પણ ક્ષમા આપી નથી.
પ્રાણી માત્ર પ્રત્યે સ્નેહના પરિણામ કર્યા નથી. આપણા કરતા અધિક ગુણવાળા વડીલો પ્રત્યે નમન આદિથી અને આપણાથી નાના પ્રત્યે પ્રસન્નતા આદિથી હાર્દિક ભક્તિરાગરૂપી પ્રમોદ દર્શાવ્યો નથી. દીન, દુઃખી અને રોગી પ્રત્યે દયાની અને તેમના દુ:ખ ફેડવાની લાગણી બતાવી નથી. પાપી પ્રત્યે, અયોગ્ય આત્માઓ પ્રત્યે સહનશીલતા દાખવી નથી. સર્વ જીવો પ્રત્યે પ્રેમ કર્યો નથી, સમત્વ ધર્યું નથી.
માત્ર પોતાના જ સુખની ચિંતા કરી છે અને બીજા સર્વનાં સુખ-દુઃખ પ્રત્યે ઉપેક્ષા ભાવ કે અનાદરભાવ ધારણ કર્યો છે. એનું જ બીજું નામ મિથ્યાત્વનું સેવન અને અનંતાનુબંધી કષાયોનું રક્ષણ કર્યું છે. સદા સર્વદા વિષમતા ભાવ ધાર્યો છે.
અનંત સંસારમાં ભટકાવનાર મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયો છે. તે બન્નેનો પ્રતિકાર ન થાય ત્યાં સુધી કોઈ પણ સગુણનું સેવન સાનુબંધ ટકાઉ થતું નથી. મિથ્યાત્વનું સેવન
મિથ્યાત્વના પાપ અંધકારમાંથી ઉગારી લેનાર અને સભ્યત્વના સૂર્યને પ્રગટાવનાર સામાયિક ધર્મ છે.
ધર્મ એટલે સર્વ સાથે ઉચિત વ્યવહાર. જીવ માત્ર સાથે મૈત્રીપૂર્વકનો વ્યવહાર. અજીવ માત્ર સાથે મધ્યસ્થપૂર્વકનો વ્યવહાર.
૩૯૮૦ ધર્મ અનુપેક્ષા